Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ગોલ્ડન પર્લ એપાર્ટમેન્ટમાં IPL પર રમાતો ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કરતી એલસીબી…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ
IPL ની મેચો ચાલી રહી છે ત્યારે સમગ્ર ભરૂચ પંથકમાં આવી ક્રિકેટની મેચો પર સટ્ટો રમતા તથા રમાડતા અસામાજિક તત્વો ઠેર-ઠેર જણાઈ રહ્યા છે ત્યારે એલ.સી.બી દ્વારા ગોલ્ડન પર્લ એપાર્ટમેન્ટમાં રમાતા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.આ અંગે એલ.સી.બી. ના જણાવ્યા અનુસાર મળેલ બાતમીના આધારે પોસઈ એ.એસ.ચૌહાણ એલ.સી.બી ભરૂચની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે એલ.સી.બી. ના પો.કો મહિપાલસિંહને મળેલ બાતમી અનુસાર એ-૮૦૪ ગોલ્ડન પર્લ એપારમેન્ટ, શાંતિ પાર્ક સોસાયટી નજીક ભોલાવ ખાતે IPL ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાય છે તે અંગે આરોપીની અટક કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીનું નામ ભાવિન નીલન શાહ રહે એ-૮૦૪ ગોલ્ડન પર્લ એપાર્ટમેન્ટ, શાંતિ પાર્ક સોસાયટી નજીક બોલાવ હોવાનું જણાયું હતું.જેની પાસેથી સટ્ટા રમવાના સાધનો તેમજ રોકડા રૂપિયા ૫૦ હજાર મળી કુલ રૂપિયા ૭૯૦૦૦ હજારની મતા પોલીસે જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement


Share

Related posts

ધોલેરા-ભાવનગર હાઈવે પર ગાડીનું ટાયર ફાટતા 25 લોકો ઈજાગ્રસ્ત

ProudOfGujarat

લીંબડીની મોડેલ સ્કૂલ ખાતે જીલ્લા કલેકટરે ચુંટણીની કામગીરીનું નિરીક્ષણ કર્યું.

ProudOfGujarat

ઉછીના નાણાં પરત નહી કરનારને સજાનો હુકમ કરતી ભરૂચ કોર્ટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!