ભરૂચમાં ટાઇગર એકતા ગ્રુપ દ્વારા શહેરમાં ભાઈચારો અને એકતાનું સિંચન થાય અને એકમેક થઈને રહે તેવા શુદ્ધ આશયથી વોર્ડ નંબર-૭ ના યુવાનો સાથે મળીને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેર વોર્ડ નંબર-૭ ના એકતા ટાઇગર ગ્રુપ દ્વારા વોર્ડના તમામ યુવાનોને સાથે રાખી ટાઇગર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વોર્ડ નંબર-૭ ના યુવાનોને ભેગા કરી અને એ યુવાનોને અલગ-અલગ વિસ્તારની ટીમોમાં સ્થાન આપી ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી .ગતરોજ ટાઇગર એકતા ગ્રૂપના પ્રમુખ શંકરભાઇ માછી તથા રવિ મિસ્ત્રી,રાકેશ કરાર ,અમિત રાવલ ,ચેતન વસાવા ,પ્રકાશ રાજપૂત,રાહુલ જાદવ,શિરીષ રાવલ,સચિન પટેલ,ભુપેન્દ્ર સોવાસીયા ,પ્રફુલ ઠાકોર ,હિરેન મિસ્ત્રી ,બાબુભાઇ વસાવા ,જીતુ રાજપૂત,ધર્મેશ વસાવા,વિજય વસાવા,હર્ષ પટેલ,ઉર્વીશ ઠાકોર વગેરે યુવાનો દ્વારા સમાજમાં એકતા અને ભાઈચારાના આશયથી ટાઇગર પ્રીમિયર લીગ (ટી.પી.એલ)ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું.
આ ટાઇગર પ્રીમિયર લીગ ટુર્નામેન્ટમાં વોર્ડ નંબર-૭ ની કુલ ૧૨ જેટલી ટીમોએ ભાગ લીધો હતો.આખા દિવસ ચાલેલી આ ટુર્નામેન્ટની ફાઇનલમાં કબીરપુરા નાઈટ રાઇડર્સ અને બરાનપુરા કિંગ ઇલેવન વચ્ચે રમાય હતી .જેમાં કબીરપુરા નાઈટ રાઇડર્સ વિજેતા થઇ હતી.
ટાઇગર એકતા ગ્રુપ દ્વારા યોજાયેલ આ ટાઇગર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રનર્સ-અપ ટીમને નર્મદા બચાઓ સમિતિના પ્રમુખ કમલેશભાઈ મઢીવાળા તથા સીબીસીએન અને બી.એન.એસ ગ્રૂપના પ્રમુખ રૂષભભાઈ પટેલ ,જયકિશન પરમાર,દેવેન્દ્ર વસાવા,સાગર ભોઈનાં હસ્તે રોકડા તથા ટ્રોફીનું વિતરણ કરાયું હતું જયારે ટુર્નામેન્ટમાં વિજેતા કબીરપુરા નાઈટ રાઇડર્સને રોકડા તથા ટ્રોફી દિનેશભાઇ અડવાણી તથા બાબુભાઇ વસાવા દ્વારા વિતરણ કરાય હતી.
ટાઇગર એકતા ગ્રુપ દ્વારા આ અગાવ પણ પ્રસંશનીય કામગીરી કરવામાં આવી હતી .થોડા સમય પેહલા સ્વછતા અભિયાનના ભાગરૂપે મેરાથોન દોડનું આયોજન પણ કરી ચુક્યા છે.આવી પ્રસંશનીય કામગીરી કરવા બદલ સ્થાનિક સરકારી કચેરીઓ દ્વારા ટાઇગર એકતા ગ્રૂપનું સન્માન પણ કરવામાં આવેલું છે.