દિનેશભાઇ અડવાણી
હાલ ભરૂચ જિલ્લામાં રેકોર્ડ તોડ ગરમી પડી રહી છે.તાપમાન ૪૪ ડિગ્રીને પાર ચૂક્યું છે ત્યારે ભરૂચ જિલ્લાના અમુક વિસ્તારોમાં પાણીની અત્યંત ગંભીર સમસ્યા ઉદ્ભવી છે.ગરમીના વાતાવરણમાં પાણીની જરૂરિયાત વધારે પડતી હોય છે તથા રમજાન મહિનો પણ આવી રહ્યો છે ત્યારે લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી તેવી ફરિયાદ સાથે આજે વોટર વર્ક્સના ચેરમેન રાજશેખરની ઓફિસમાં ભરૂચના પશ્ચિમ વિસ્તાનના કોર્પોરેટર શમશાદ અલી સૈયદ,ઇકબાલભાઈ કલકલ ,હેમન્દ્ર કોઠીવાલા અને ડભોયાવાડ,ખાટકી વાડ,મુંડા ફળીયા,સૈયડવાડ,હુસેનિયા સોસાયટીના સ્થાનિક રહીશો દ્વારા પૂરતું અને સમયસર પાણી ન મળવા બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો.સ્થાનિકોની ફરિયાદ મુજબ પાણી પૂરતા પ્રમાણમાં તેમજ ફોર્સથી પાણી નથી આવતું તેની સાથે પાણી ત્રણ સ્વાદમાં મીઠું,ખારું અને મોળું આવતું હોવાની ફરિયાદ કરી હતી.
Advertisement