દિનેશભાઇ અડવાણી
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર આજ રોજ ભરૂચ ઓલ્ડ ફાયર સ્ટેશન ની 108 એમ્બ્યુલન્સ ને સવાર ના 11 વાગ્યા ના સુમારે ત્રાલસા ગામ નો એક લેબર પેન નો કેસ મળેલો.કેસ મળતા ની સાથેજ ભરૂચ 108 ના ઈ, એમ,તી પ્રીતિ ચનાવાળા અને પાઇલોટ મંજેશ વસાવા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ લઈ ત્રાલસા જાવા રવાના થઈ ગયા છે.ત્રાલસા પહોંચી સઘરભા મહિલા ની તાપસ કરી ઈ, એમ,ટી પ્રીતિ ચનાવાળા દ્વારા સઘરભા મહિલા ને 108 એમ્બ્યુલ્સ માં લઇ ભરૂચ સિવિલ હોસ્પિટલ આવવા રવાના થયા હતા.આ દરમિયાન હિંગલ્લા ચોકડી પાસે સઘરભા મહિલા ને પ્રસુતિ નો અસહ્ય દુખાવો ઉપડ્યો હતો.દુખાવો ઉપડતા ઈ એમ ટી પ્રીતિ ચનાવાળા દ્વારા મહિલા ની ફરી તાપાસ કરતા મહિલાને પ્રસુતિ થવાની તૈયારી માં હતી.આવા સંજોગો માં 108 ના કર્મચારી દ્વારા એમ્બ્યુલ્સ માજ ડિલિવરી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.ભરૂચ શહેર ઓલ્ડ ફાયર સ્ટેશન 108 એમ્બ્યુલન્સ ના ઈ એમ ટી પ્રીતિ ચનાવાળા દ્વારા તત્કાલિ 108 ની અમદાવાદ ખાતે આવેલી હેડ ઓફીસ માં બેસેલા ડોક્ટર ની સલાહ લઈ એમ્બ્યુલ્સ માં સફળ નોર્મલ ડિલિવરી કરાવી હતી.મહિલા એ એક સ્વથ બાળકી ને જન્મ આપ્યો હતો.આવી રીતે 108 એમ્બ્યુલસ ના ઈ, એમ,ટી પ્રીતિ ચનાવાળા દ્વારા ફરી એક વાર માનવતાનો ઉત્તમ ઉધારણ પૂરું પાડ્યું હતું.
ભરૂચ શહેર 108 ના કર્મચારી પ્રીતિ ચનાવાળા એ છેલ્લા 3 મહિના માં 4 થી 5 વાર 108 એમ્બ્યુલન્સ માજ સફળ નોર્મલ ડિલિવરી કરાવી એક માનવતાનો ઉત્તમ ઉધાહરણ પૂરું પાડ્યું હતું.