દિનેશભાઇ અડવાણી
ભરૂચમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યોં છે.ભરૂચ જિલ્લામાં તાપમાનનો પારો આજે ૪૪ ડિગ્રીને પાર કરી તારીખ ૨૭-૦૪-૧૯ના દિવસ હોટેસ્ટ ડે તરીકે સાબિત થયો હતો .ગરમીના પ્રકોપથી બચવા લોકો પોતાના ઘરમાંથી બપોરના સમય દરમ્યાન બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. રોડ સુમસામ બન્યા છે આ સમયે ટ્રાફિક પોલીસની હાલત કફોડી બની છે.એક તરફ ફરજ તો બીજી તરફ ગરમી છે. દર વર્ષે ગરમીમાં સામાજિક સંસ્થાઓ છાશનું વિતરણ કરે છે.ટ્રાફિક પોલીસને પણ ફોટો સેશન કરી છાશની બોટલો આપી જતા હોય છે.તે સામાજિક સેવા કરતી સંસ્થાઓ પણ ચાલુ વર્ષે ગાયબ જોવા મળી રહી છે.હાલ તો ટ્રાફિકના પોલીસ જવાનો સખત ગરમીમાં પણ પોતાની ફરજ અદા કરી રહ્યા છે.
Advertisement