દિનેશભાઇ અડવાણી
ભરૂચ પંથકમાં તારીખ ૨૭-૦૪-૧૯ના દિવસ હોટેસ્ટ ડે તરીકે સાબિત થયો હતો.જયારે આકાશ માંથી અગનગોળા વરસતા હોય એવી કાતિલ ગરમીનો અહેસાસ લોકોએ કર્યો હતો.હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર આજરોજ મહત્તમ તાપમાન ૪૪.૪ ડિગ્રી નોંધાયું હતું.જે મોસમનું સૌથી વધુ તાપમાન છે.જયારે લઘુતમ તાપમાન ૨૯.૪ ડિગ્રી નોંધાયું હતું.લઘુતમ તાપમાન પણ સૌથી વધુ અને ઉંચુ તાપમાન છે.આવી કાળઝાળ ગરમીમાં ભરૂચ પંથકમાં ઠેર-ઠેર ચક્કર આવવા,માથું દુખવાની ફરિયાદ, ઝાડા-ઉલ્ટી વગેરેના દર્દીઓ વધી ગયા હતા.દિન-પ્રતિદિન ગરમીનો પ્રકોપ સતત વધતો હોવા જવા છતાં તત્રં દ્વારા કોઈ અસરકારક પગલાં લેવાયા નથી.જેના પગલે ગરમીની અસર વધુ લાગી હતી.પાણીનો છટકાવ, ઠેર-ઠેર પીવાના પાણીનું વિતરણ,NGO દ્વારા છાસનું વિતરણ વગેરે પગલાં તત્રં દ્વારા લેવાય તો ગરમીની વિનાશકારી અસર ઓછી થાય એવી લોકચર્ચા ચાલી રહી છે.