Proud of Gujarat
FeaturedGujaratINDIA

ક્ષમતા કસોટીમાં ઉત્તીર્ણ થયેલા છાત્રોને પ્રમાણપત્ર એનાયત કરાયા…

Share

                                                                                                              
   પાલેજ :- ભરુચ વ્હોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સમાજના છાત્રોના ટેલેન્ટ સર્ચ માટે અને શિક્ષણ વિશે જાગૃતિ અભિયાનના ભાગરૂપે પ્રાથમિક ધોરણ ૮ ના છાત્રોની ક્ષમતા કસોટીની પરીક્ષા લેવાઇ હતી. જેમાં ભરૂચ, વાગરા, આમોદ અને જંબુસરની ૪૨ શાળાના ૭૦૫ છાત્રોએ ભાગ લીધો હતો. જેમાંથી ૬૫૪ છાત્રો ઉત્તીર્ણ થયા હતા.
ક્ષમતા કસોટીમાં ઉત્તીર્ણ થયેલા છાત્રોનો પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ જુદા જુદા ગામોમાં સમાજના અગ્રણી આગેવાનોના હસ્તે યોજાયો હતો. જેમાં ટંકારીયામાં પૂર્વ આચાર્ય અને પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય સઈદ બાપુજી અને યુસુફભાઈ જેટ હસ્તે, સીતપોણમાં હાઈસ્કુલના આચાર્ય નશીમાબેન અને બસીરભાઈ આકુબતના હસ્તે, પારખેતમાં ઈખર હાઈસ્કૂલના અધ્યક્ષ ઈબ્રાહીમભાઈ અને ઈખર હાઈસ્કૂલના આચાર્ય સાદીકભાઈના હસ્તે, કહાન અને સેગવા ગામે કહાનના પૂર્વ સરપંચ દાઉદભાઈ અને અગ્રણી મુસ્તાકભાઈ બાબાસીના હસ્તે, કંથારિયામાં હાઈસ્કૂલના આચાર્ય સૈયદ પીરજાદા અને દેરોલ હાઈસ્કૂલના આચાર્ય જાવીદ મલેકના હસ્તે અને નબીપુરમાં હાઈસ્કૂલના આચાર્ય નસીમબેન પટેલના હસ્તે છાત્રોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.
 જેમાં ખુબજ ઉત્સાહ પુર્વક સર્વેએ ભાગ લીધો અને ભરુચ વ્હોરા પટેલ ચેરિટેબક ટ્રસ્ટના શિક્ષણ જાગૃતિના અભિયાનને સફળ બનાવવા કોન્ટીટીની સાથે કવોલીટી છાત્રો સમાજમાંથી મળે અને વણખેડાયલા ક્ષેત્રોમાં સમાજનું પ્રતિનિધિત્વ કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું. ભરૂચ વ્હોરા ચેરિટેબલ
ટ્રસ્ટના અધ્યક્ષ ઈકબાલભાઈ પાદરવાલાએ અભિયાનમાં મદદરૂપ થનાર તમામ શાળાના શિક્ષકો, આચાર્યો અને ખાસ કરી પરીક્ષા લેવા ૧૨ કેન્દ્રો માટે કલાસ રૂમો અને સ્ટાફ ફાળવવા હાઈસ્કૂલોના સંચાલક મંડળો આચાર્યો અને સમાજના આ ભગીરથ કાર્યને સફળ બનાવવા વિનામુલ્યે નિરીક્ષક અને પરીક્ષકની જવાબદારી નિભાવવા બદલ તમામનો અંત:કરણ પુર્વક આભાર વ્યક્ત કર્યો હતો…

Share

Related posts

ભરૂચ : આદિવાસી માછીમારોને થતા શોષણ સામે સમાજ એકજુથ થઇ કલેકટરને રજુઆત કરી.

ProudOfGujarat

ગોધરા એસ.ઓ.જી દ્વારા ત્રણ ઇસમોની નકલી ચલણી નોટો સાથે ધરપકડ કરવામા આવી…

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા જિલ્લામાં ટીમરૂ વૃક્ષોની જાતિ લુપ્ત થવાને આરે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!