Proud of Gujarat
FeaturedGujaratHealth

આવતીકાલે તારીખ ૨૮-૦૪-૧૯ ના રોજ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ભરૂચ અને ભરૂચ જુનિયર ચેમ્બર વેલ્ફેર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે.

Share

દિનેશભાઇ અડવાણી

તારીખ ૨૮-૦૪-૧૯ ના રોજ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ભરૂચ અને ભરૂચ જુનિયર ચેમ્બર વેલ્ફેર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તથા કિરણ હોસ્પિટલ-સુરત અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ-ભરૂચ ના સહયોગથી ફ્રી મેગા સુપર સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે.આ ફ્રી મેડિકલ કેમ્પમાં સુરત સ્થિત કિરણ હોસ્પિટલના વિવિધ વિભાગના નિષ્ણાંત અને અનુભવી ડોક્ટરો પોતાની સેવા આપવાના છે.આ ફ્રી મેડિકલ કેમ્પ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ નારાયણ કુંજ વિહાર સોસાયટી નર્મદાનગર,ભોલાવ ભરૂચ ખાતે સવારે ૯ થી બપોરના ૨ વાગ્યા સુધી ખુલો રહેશે.આ મેડિકલ કેમ્પમાં મગજના ,હૃદયના ,સ્ત્રી રોગોના ,બાળકોના ,આંખના ,કિડનીના વગેરે રોગોના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ફ્રી ચેકઅપ તથા માર્ગદર્શન આપવામાં આવશે.આ ફ્રી મેડિકલ કેમ્પનો લોકો મોટી સાંખ્યમાં લાભ લે તેવી આશા છે.

Advertisement


Share

Related posts

ભરૂચ : NCT કંપનીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં પ્રદુષિત પાણી ખેતરોમાં ફરી વળ્યા.

ProudOfGujarat

સગીરા પર બળાત્કારના ગુનામાં આરોપીને ફાંસીની સજા ફટકારતી નડિયાદની અદાલત.

ProudOfGujarat

અરવલ્લી : મેઘરજ પોસ્ટ ઓફિસનું સર્વર બે દિવસથી બંધ રહેતા ગ્રાહકોને ધરમધક્કા, ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોના આર્થિક કામકાજ અટક્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!