દિનેશભાઇ અડવાણી
આજરોજ તારીખ ૨૬-૦૪-૧૯ ના રોજ ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી.ગુજકેટની પરીક્ષા વિવિધ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ચલાવાતા એન્જિનિરીંગ,ટેક્નોલોજી/ફાર્મસી જેવા કોર્સમાં પ્રવેશ મેળવવા માટે યોજવામાં આવે છે.જેમાં સાયન્સ ના મુખ્ય વિષયો ફિઝિક્સ,કેમેસ્ટ્રી ,બાયોલોજી ,અને ગણિત એમ ચાર વિષયોની પરીક્ષા યોજાય છે.પરીક્ષામાં પૂછવામાં આવતા પ્રશ્નો મલ્ટીપલ ચોઈસ પ્રકારના હોય છે. ચાર વિકલ્પો માંથી એક ની પસંદગી કરવાની હોય છે.
ભરૂચ જિલ્લાના વિવિધ ૧૮ જેટલા સેન્ટરો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.૧૮ સેન્ટરો પર ૨૦૦ જેટલા બ્લોક ફાળવવામાં આવ્યા હતા.ભરૂચ જિલ્લાના ૩૯૬૪ વિધાયર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી.ચુસ્ત પોલીસ બંબોબસ્ત સાથે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.કોઈ પણ સેન્ટર પર કોઈ ગેરરીતિનો બનાવ બન્યો ન હતો.પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત થઇ હતી.