Proud of Gujarat
FeaturedGujarat

ઝંઘાર ગામના પાટિયા નજીક કન્ટેનર ટ્રક પાછળ ઘૂસી જતાં કન્ટેનર ચાલકનું સારવાર દરમિયાન કરૂણ મોત…

Share

ઇમરાન મોદી- પાલેજ

નેશનલ હાઇવે નંબર ૪૮ પર આવેલા ભરૂચ તાલુકાના ઝંઘાર ગામના પાટિયા પાસે એક કન્ટેનર ટ્રક પાછળ ઘૂસી જતાં કન્ટેનર ચાલકનું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજવા પામ્યું હતું. પોલીસ સુત્રીય માહિતી અનુસાર ગત રાત્રીના નવેક વાગ્યાના સુમારે ને. હાઇવે નંબર ૪૮ પર આવેલા ભરૂચ તાલુકાના ઝંઘાર ગામના પાટિયા પાસે ટ્રક નંબર જીજે – ૧૬ – એક્સ ૯૬૮૫ જે રેતી ભરીને નારેશ્વર થી સુરત તરફ જઈ રહી હતી અને સુરત રેતી ખાલી કરી પરત આવી રહી હતી ત્યારે રાતના નવેક વાગ્યાના સુમારે ઝંઘાર ગામના પાટિયા પાસે યુ ટર્ન લેતી વેળા  પાછળથી એક કન્ટેનર નંબર એચ આર – ૫૫ – એલ – ૮૮૭૭ ના ચાલકે ગફલતભરી રીતે પુરઝડપે હંકારતા કન્ટેનર  ટ્રક પાછળ ધડાકાભેર અથડાતાં કન્ટેનર ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. 

Advertisement

અકસ્માતની જાણ થતાં લોકોએ ભેગા થઇ કન્ટેનરમાં ફસાઇ ગયેલા ચાલકને કેબિનમાંથી ક્રેઇનની મદદ વડે બહાર કાઢતાં ચાલકને બંને પગે ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક ૧૦૮ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન ચાલકનું મોત નીપજવા પામ્યું હતું. જેની ઓળખ અમરજીત સિંહ રસમ સિંહ પિંડ રહે. થ્રંકલાલ ગુરદાસપુર પંજાબનો હોવાની માહિતી મળી છે. અકસ્માત સંદર્ભે યોગેશભાઇ ધીરજભાઇ પરમારે નબીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

અંકલેશ્વરનાં હાંસોટ વિસ્તારનાં અંબોલી ગામ ખાતે ખાણ ખનિજ વિભાગ દ્વારા કરોડો રૂપિયાનું સાદી માટી ખોદકામનું કૌભાંડ ઝડપાયું જવાબદાર કોણ ?

ProudOfGujarat

ભરૂચના મનુબર ગામના યુવાન અને વલણ ગામના યુવાન પર સાઉથ આફ્રિકામાં હુમલો.જાણો ક્યાં અને કેવી રીતે ?

ProudOfGujarat

માંગરોળ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ગ્રામ પંચાયતનાં વેરા પર તાલુકા પંચાયત કર નાંખવાના મુદ્દે વિશેષ ચર્ચા થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!