દિનેશભાઇ અડવાણી
ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી ભરૂચ જિલ્લામાં દારૂ તથા જુગારને સદંતરપણે નાબૂદ કરવા સૂચનાઓ આપેલ છે.જે મુજબ ભરૂચ LCB ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ઝાલા ના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એસ.ચૌહાણ તથા LCB ની ટિમ પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રભાઈને મળેલ બાતમીના આધારે પાલેજ રેલવે ફાટક પાસે આવેલ એસ.કે -૨ સોસાયટી સામે ખુલી જગ્યામાં જુગાર રમતા ૧૧ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.આરોપીઓ પાસેથી અંગઝડતીના રોકડા રૂપિયા ૨૧૦૦૦ તથા દાવ પરના રોકડા રૂપિયા ૭૫૫૦ અને મોબાઈલ નંગ -૯ કિંમત રૂપિયા ૩૨૦૦૦ મળી કુલ ૬૦૫૫૦ નો મુદ્દા માલ પોલીસે જપ્ત કરેલ છે.
પકડાયેલ આરોપીઓ
(૧) ઈમામખાન નીઝામખાન પઠાણ રહે જુમ્મા મસ્જિદ પાલેજ.
(૨) સંતોષકુમાર ગંગાપ્રસાદ અગ્રવાલ રહે મકાન નં-૩૦૨ બિલ્ડીંગ નં-૩ શ્રીજીનગરી રામનગર સુરત.
(૩) વલીભાઈ ઈસ્માઈલભાઈ પટેલ રહે પટેલ ફળિયું સાંસરોદ કરજણ, વડોદરા.
(૪) મહંમદ ફારૂક ગુલામભાઇ દુધવાલા રહે હનુમાન ફળિયું ન્યાય મંદિર સાયકલ બજાર વડોદરા.
(૫) મુબારક મોહમ્મદ કેશવાનીયા રહે પટેલ ફળિયું કરગટ ભરૂચ.
(૬) રાકેશભાઈ મણીભાઈ પટેલ રહે નવાબજાર ,શિવશક્તિ પાર્ક પાદરા રોડ કરજણ,વડોદરા.
(૭) મોહંમદ ઇબ્રાહિમ અબ્દુલ કાદર ખજૂરીવાલા રહે મોટી વોહરવાડી વડોદરા.
(૮) ધર્મેશકુમાર જયેશભાઇ દોષી રહે મકાન નં-૩૭ માધવ પાર્ક સોસાયટી નવા બજાર કરજણ,વડોદરા.
(૯) ઈસ્માઈલભાઈ મુસાભાઇ અહમદ પટેલ રહે દરબાર સ્ટ્રીટ સેગવા ભરૂચ.
(૧૦) નાસીરભાઈ સુલેમાનભાઈ સાજી રહે ભાદી ગામ અંકલેશ્વર,ભરૂચ.
(૧૧) ઇબ્રાહીમભાઇ હસનભાઈ પટેલ રહે સંતોષી વસાહત ભરૂચ.