Proud of Gujarat
FashionCrime & scandalFeatured

ભરૂચ-એ.ટી.એમ કાર્ડ ક્લોનિંગ કરી રૂપિયા ઉપાડી લેતી ગેંગ ના બે સાગરીત પોલીસના સકંજામાં …

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના એલઆરડી જવાનનું એટીએમ કાર્ડ ક્લોન કરી તેના એક્સિસ બેન્કના ખાતામાંથી તબક્કાવાર રીતે 20 હજાર રૂપિયા ઉપડ્યા ની ફરિયાદ સી ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી.પોલીસ તપાસ માં નાણાં ઉપાડી લેનાર ટોળકીના બે સાગરિતોને એલસીબીની ટીમે સાઇબર ક્રાઇમ સેલની મદદથી ઝડપી પાડ્યાં છે. તેમજ યુપીના પ્રતાપગઢથી એટીએમ ક્લોનિંગ કરતી ગેંગના અન્ય ત્રણ સાગરિતોને જેર કરવાની કવાયત એલસીબીએ હાથ ધરી છે.

Advertisement

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ એલસીબીની ટીમે એટીએમ કાર્ડ ક્લોનિંગ કરી ખાતામાંથી રૂપિયા ઉડાવી લેવાના કારસામાં યુપીના બે ગઠિયાઓને ઝડપી પાડ્યાં છે. ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક દળમાં ફરજ બજાવતાં હેતલકુમાર વસાવા (રહે. સિંધોત, ભરૂચ) ના એકાઉન્ટમાંથી તબક્કાવાર રીતે 20 હજાર ઉપડ્યાનો મેસેજ તેમને આવતાં તેમણે સી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. દરમિયાનમાં ભરૂચની સાઇબર ક્રાઇમ સેલની મદદ થી પોલીસે મામલા અંગે તપાસ હાથ ધરતા મોટી સફળતા પ્રાપ્ત થઇ હતી.

જેમાં યુ પી ના પ્રતાપગઢ(યુ.પી)ખાતે થી અમિત કુમાર વિજયનાથ પાન્ડે,રહે બાલાપુર થાણા અન્તુ જી,પ્રતાપગઢ (યુ.પી) તેમજ અન્ય એક આરોપી સુનિલકુમાર રામબર વર્મા રહે,જમાલપુર,પુરનપુર ખજૂર,થાણા-જેથવારા,પ્રતાપ ગઢ (યુ.પી)નાઓને ઝડપી પાડયા હતા.


Share

Related posts

ભરૂચ માં રક્તદાન શિબિર નું આયોજન કરાયું.

ProudOfGujarat

LPG સિલિન્ડરમાં 25 રૂપિયાનો વધારો : CNGના ભાવ વધવાની સંભાવના

ProudOfGujarat

આપણ ને નાંગા કરે બે…આપણા પેટમાંથી અનાજ કાઢી લઇ..બીટીપી ના છોટુ વસાવાએ સોશિયલ મીડિયામાં લાઈવ કરી ગાળોનો વરસાદ વરસાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!