Proud of Gujarat
UncategorizedFeaturedGujaratHealth

૫૫ વર્ષની ઉંમરે મળ્યું નવું જીવનદાન.જાણો કેવી રીતે?

Share

દિનેશભાઇ અડવાણી

તારીખ ૧૪-૪-૧૯ ના રોજ સત કૈવલ આઈ હોસ્પિટલ સારસાપુરી દ્વારા મોતિયા તથા આંખની લગતી અન્ય સમસ્યા માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં ભરૂચના કબીરપુરા ખત્રીવાડ વિસ્તારમાં રહેતા ભાવનાબેન અનિલભાઈ વજા જેમને જન્મથી એટલેકે નાનપણથીજ દેખાતું ન હતું.ભાવનાબેન આંખનો ઈલાજ કરાવવા માટે અમદાવાદ,વલસાડ,નવસારી વગેરે જગ્યાએ જઈ આવ્યા હતા પરંતુ બધા ડોક્ટરોએ ના પડી દીધી હતી.

Advertisement

ભાવના બેનને સત કૈવલ આઈ હોસ્પિટલ સારસાના ૧૯ માં કેમ્પની જાણ થતા ભાવનાબેન ત્યાં પોહચી ગયા હતા .જ્યાં ડોક્ટરોએ તેમની પેહલા પ્રાથમિક તપાસ કરી ત્યારબાદ ડોક્ટરોએ ઓપરેશન કરવાની હા પાડી હતી.ઓપરેશન સફળ રહ્યું હતું અને ભાવના બેનને ૫૫ વર્ષની ઉંમરે દેખાતું થયું છે.સત કૈવલ આઈ હોસ્પિટલ સારસાના ડોક્ટરોની આ સેવાકીય અનોખી સિદ્ધિએ ભાવના બેનને ૫૫ વર્ષની ઉંમરે નવું જીવનદાન આપ્યું છે.


Share

Related posts

ખેડા પોલીસે ફાર્મમાં દરોડો પાડી જુગાર રમતા ૯ લોકોને ઝડપી પાડયા

ProudOfGujarat

૨૬ મી જૂને નર્મદા જિલ્લા ન્યાયાલય સહિતની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલત યોજાશે

ProudOfGujarat

GVK EMRI 108 ઝધડીયા એમ્બ્યુલન્સનાં સ્ટાફ દ્વારા સારસા ગામની મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતાં રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!