દિનેશભાઇ અડવાણી
ભરૂચ લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ 7 વિધાસભા બેઠક વિસ્તારમાં મંગળવારે સવારે 7 કલાકથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. આજે સોમવારે કે.જે.પોલિટેક્નિક કોલેજ ખાતે થી ચૂંટણી માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.1916 બુથ માટે EVM, VVPT, કંટ્રોલ-બેલેટ યુનિટની ફાળવણી પોલિંગ ઓફિસર, પ્રિસાઈડિંગ, આસિસ્ટન્ટ પ્રિસાઈડિંગ, માઈક્રો ઓબ્ઝર્વર સહિતને કામગીરી સોંપી દેવાઈ છે.
Advertisement
ચૂંટણી ફરજમાં 6395 વહીવટી કર્મચારીઓ સાથે 6000 થી વધુ સુરક્ષા કર્મચારીઓ ફરજમાં ખડેપગે રેહશે. ભરૂચ બેઠક પર ક્લીન એન્ડ ફેર ચૂંટણી યોજવા તંત્ર તૈયાર છે ત્યારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ઉત્સુક બન્યા છે.