::-ભરૂચ શહેર ના મુખ્ય માર્ગ જેવા કે સ્ટેશન રોડ પાંચબત્તી.એમ જી રોડ સહીત ના મુખ્ય માર્ગો ઉપર દબાણ કર્તાઓ દ્વારા કરવામાં આવેલ બેફામ દબાણ ને પાલિકાના કર્મીઓએ અચાનક ઢસી જઇ દબાણો દૂર કરતા ફફડાટ વ્યાપી ગયો હતો…….
શહેર ના માર્ગો ઉપર દબાણ કરતા તત્વો ના કારણે ભારે ટ્રાફિક જામ ની સ્થીતી નું નિર્માણ થતું હતું જયારે આજ રોજ પાલિકા ની ટિમ દ્વારા મુખ્ય રસ્તા પર ના દબાણો દૂર કરતા વાહન ચાલકો એ હાસ્કારો અનુભવ્યો હતો સાથે પાલિકા નું તંત્ર દર બે દિવસે આ પ્રકાર ની કામગીરી કરે તો શહેર માં દબાણ કરતા તત્વો ઉપર કંઇક અંશે કાબુ આવી શકે તે પ્રકાર ની ચર્ચા આ પ્રકાર ના પાલિકા ના અભિયાન બાદ થી લોકો માં ટોક ઓફ ધી ટાઉન બની હતી………..





Advertisement