::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના ભોલાવ સી એન જી પંપ ના પાછળ માં ભાગે આવેલ પાર્થ નગર સોસાયટી ના મકાન નંબર બી ૨૮ માં રહેતા હર્ષદ ભાઈ પટેલ રાત્રી ના સમયે મકાન માં તેઓ ના પરીવાર સાથે સુતા હતા….દરમિયાન ત્રણ જેટલા અજાણ્યા તસ્કરો એ મકાન ની બારી ની ગ્રીલ તોડી મકાન ની અંદર પ્રવેશ કરી હર્સદ ભાઈ તેમજ તેઓ ના પરીવાર ના સભ્યો ને મારમારી અંદાજીત ૩૦ હજાર ઉપરાંત ની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઇ જતા ભારે ખળભળાટ વ્યાપી ગયો હતો……………….
સમગ્ર ઘટના થી હેબતાઇ ગયેલા હર્સદ ભાઈ પટેલ મામલા અંગે ની જાણ આજ રોજ વહેલી સવારે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથક ને કરવામાં આવતા પોલીસે મામલા ને ધ્યાન ઉપર લઇ અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધવાની તજવીજ હાથધરી હતી……..
અત્રે ઉલ્લેખનીય છે કે મકાન માલિક ના જણાવ્યા મુજબ ત્રણ જેટલા તસ્કરો આવ્યા હતા જેમાં થી બે મકાન માં પ્રવેશ્યા હતા તપ અન્ય એક મકાન ની બહાર ઉભો હતો……બેફામ બની બિન્દાશ અંદાજ માં ઘટનાને અંજામ આપનાર તસ્કરો ને જાણે કે શહેર માં કાયદા નો ખોફ ના રહ્યો હોય તેમ પટેલ પરીવાર ને મારમારી સમગ્ર ઘટના ને અંજામ આપી સ્થળ ઉપર થી પલાયન થઇ જઇ ભરૂચ પોલીસ સામે પડકાર ફેંક્યો હતો ……






