Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામની વૃદ્ધાએ આત્મવિલોપન કર્યું જાણો કેમ ?

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ પંથકમાં ઘણાં રહસ્યમય બનાવો બનતા હોય છે જે બનાવોમાં ખરેખર આમ બન્યું હશે કે કેમ તે અંગે વિચાર કરવો પડે .આવોજ એક બનાવ આજે ભરૂચ જિલ્લાના આમોદ નગર ખાતે બન્યો હતો .જેમાં જંબુસર તાલુકાના વેડચ ગામની વૃદ્ધાએ આમોદના બાળમંદિર નજીક સવારે ૯ વાગ્યાના અરસામાં કેરોસીન છાંટી આત્મવિલોપન કર્યું હતું .આ બનાવની વિગત જોતા આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જમનાબેન નાગજીભાઈ સોલંકી ઉમર વર્ષ ૭૫ રહેવાસી વેડચ તાલુકો.જંબુસર ૨-૩ દિવસ પેહલા આમોદ ખાતે રહેતી તેમની મામી સાસુ લક્ષ્મી સોલંકીને ત્યાં આવ્યા હતા.એવામાં આજે સવારે ૯ વાગે લક્ષ્મીબેન સોલંકી વાડામાં વાસણ ધોઈ રહ્યા હતા ત્યારે સવારે ૯ કલાકે અચાનક જમનાબેન સોલંકી આમોદના બાળમંદિર ખાતે પોહચી ગયા હતા અને શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપન કર્યું હતું.જોકે આમોદ સૂત્રોએ એમ જણાવ્યું હતું કે જમનાબેન અસ્થિર મગજના હતા.આ બનાવની તાપસ આમોદ પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

जब ऋतिक ने भोजपुरी गाने पर लगाये ठुमके!

ProudOfGujarat

નર્મદા પોલીસની વધુ એક માનવતાની કામગીરી જોવા મળી.

ProudOfGujarat

ઇડી દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની પૂછપરછ મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાં પ્રદર્શન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!