દિનેશભાઇ અડવાણી
ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણાં દિવસોથી ગરમીનો પારો સતત વધતો રહ્યો હતો.સરેરાશ તાપમાન ૪૧-૪૨ ડિગ્રી નોંધાયું હતું.આવી અંગદઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા તથા લોકસભાની ચૂંટણીમાં મતદાનના દિવસે જો આવીજ ગરમી રહેશે તો મતદાનની ટકાવારી નીચી જવાની પુરી સંભાવના હતી એવો ભય રાજકીય પાર્ટીઓમાં હતો પરંતુ ગત રોજથી ભરૂચ જિલ્લામાં વાતાવરમાં અચાનક બદલાવ થયો હતો.વાતાવરણ ઠંડક ભર્યુ બન્યું હતું અને ઠંડા પવનો ફુંકાતા વાતાવરણ ધુળિયું બન્યું હતું અને ધૂળ પ્રસરાય ગઈ હતી .લોકોમાં તથા રાજકીય પાર્ટીઓમાં વાતાવરણમાં થયેલ બદલાવના કારણે હાશકારો અનુભવાયો હતો.
Advertisement