Proud of Gujarat
FeaturedGujarat

જનતા જનાર્દનના કામ ન થતા જનતામાં રોષ વ્યાપી જતા ધારાસભ્ય અને ભરૂચ નગરપાલિકા પ્રમુખ ને ધક્કે ચડાવ્યા …

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૭ ના કામો ન થતા આજે જનતા જનાર્દને પોતાનો પરચો બતાવ્યો હતો અને રોષ વ્યક્ત કર્યો હતો વોર્ડ નંબર ૭ કે જે નગરપાલિકા પ્રમુખનો વોર્ડ છે તેમાં બિસ્માર રસ્તા અને ગંદકીની સમસ્યા તેમજ પીવાના પાણીની સમસ્યા ઘણી વિકટ છે. થોડા સમય પહેલાજ આજ વિસ્તારમાં એટલે ધોળીકુઇમાં ભૂગર્ભ ગટર યોજનાના ખાડા યોગ્ય રીતે ન પુરાતા ખાડામાં મોટરસાયકલ સવાર મોટરસાયકલ સાથે તેમાં ખાબક્યો હતો .પરિણામે તેને ઇજા પણ પોહચી હતી .ગંદકી ની સમસ્યા સર્વત્ર છે ત્યારે મચ્છી માર્કેટમાં વધુ ગંદકી જણાય રહી છે .આવા સમયે ચૂંટણી પ્રચાર કરવા આવેલ ભાજપના ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખને લોકોએ ધક્કે ચડાવ્યા હતા .તેમજ તુંતું- મેંમેં ના દ્રશ્યો સર્જાયા હતા .તંગદિલી ભર્યું વાતાવરણ છવાતા છેવટે પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી.

Advertisement


Share

Related posts

અંકલેશ્વરમાં જયાબેન મોદી હોસ્પિટલને કોવેસ્ટ્રો ઇન્ડિયા પ્રા.લિ દ્વારા જરૂરી સંસાધનો અપાયા.

ProudOfGujarat

ડુમસ ખાતે વીબગ્યો હાઇસ્કૂલના સ્કૂલવાહન ચાલકો છૂટા કરાતા રોષ

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં વધતા કોરોના સંક્રમણથી જનતામાં ચિંતા ફેલાય ગઈ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!