Proud of Gujarat
FeaturedGujarat

દાંડિયા બજાર ગટર લાઈનના ખોદકામથી લોકોને પારાવાર તકલીફો …

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ નગરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ રસ્તાઓ ઉપર ભૂગર્ભ ગટર યોજના અંગે ખોદવામાં આવેલ ખાડાઓના પગલે રાહદારીઓ અને વાહન ચાલકોને પારાવાર તકલીફો પડી રહી છે .દાંડિયા બજાર વિસ્તાર ભરૂચ નગર પાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાડાનો વિસ્તાર છે.ત્યારે આ વિસ્તારનાજ રસ્તા બિસ્માર હાલતમાં હોવાના પગલે આ બાબત લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. વળી દાંડિયા બજાર વિસ્તાર એ ભરૂચનો વેપારી બજાર વિસ્તાર છે .તેમજ શાકભાજીનું મોટું બજાર અહીં ભરાય છે .તે સાથે જુના ભરૂચનો હજી પણ મુખ્ય માર્ગ આ વિસ્તાર માંથી પસાર થાય છે. ત્યારે આ વિસ્તારમાના ખાડામાં વાહનો ખાબક્યા હોવાના બનાવો પણ ઘણીવાર બન્યા છે.

Advertisement


Share

Related posts

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ભરાતો વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો.

ProudOfGujarat

ટ્રાવેલ્સ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં કામ કરતા ૨ ઈસમોને ચોરીના ગુનામાં ઝડપી પાડતી વાઘોડિયા પોલીસ.

ProudOfGujarat

સુરત: નૌતમ સ્વામી વડતાલ ના ૫૦ માં જન્મ દિવસ નિમિતે ૧૧ જગ્યાએ રક્તદાન દાન કેમ્પ તેમજ રક્તતુંલા યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!