દિનેશભાઇ અડવાણી
ગતરોજ તારીખ ૧૦-૦૪-૧૯ ના રાત્રીના ૧૦:૩૦ વાગ્યાના અરસામાં ભરૂચ એસ.ઓ.જી પોલીસ ને મળેલ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવતા બાતમી મુજબની ઈકો કાર નંબર GJ-૫-JH-૯૭૬૦ જણાતા તેની તપાસ કરતા તેમાંથી ૭૨૩૬ કિલો ચરસ કિંમત રૂપિયા ૭,૨૩,૬૦૦ ઝડપાયો હતો .આ સાથે ઈકો કારમાં બેઠેલ વ્યક્તિ કે જેની તપાસ કરતા તે ફિરોઝખાન ઉર્ફે કાલુ ઉસ્તાદ ઉર્ફે બમ્બૈયા,ગુલમહંમદ નોદાન (મકરાણી ) રહેવાસી જીન્નાત બંગ્લોઝ કુબેર પાર્ક પાસે કંથારીયા મૂળ રહેવાસી સુભાષ રોડ જોગેશ્વરી ઇસ્ટ હોવાનું જણાયું હતું.જેની અટક પોલીસે કરી હતી .જયારે સઘન તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે શ્રીનગર જમ્મુ-કાશ્મીર ખાતે રહેતા ગુલામ રસુલ ઉર્ફે તારિક પાસેથી ચરસનો જથ્થો મંગાવતો હતો અને ઇમરાનખાન હુસેનખાન પઠાણ ઉર્ફે થોબલી રહેવાસી બહારની ઉંડાઇ ભરૂચ તેમજ મહમદ ઉર્ફે બોબડા બાપુ શબ્બીર અલી સૈયદ રહેવાસી પીર કાઠી માલીવાડ ભરૂચ ચરસનું વેચાણ કરતા હતા.આ ચાર આરોપીઓ પેકી એક આરોપી ફિરોઝખાનની અટક કરવામાં આવી છે જયારે ત્રણ આરોપી વોન્ટેડ છે .આ બનાવની તપાસ સી-ડિવિઝનના PSI કોઠીયા કરી રહ્યા છે.