દિનેશભાઇ અડવાણી
ભરૂચ નગરના વોર્ડ નંબર-૭ માં કે જે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાળાનો મત વિસ્તાર છે.આ વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજનાઓની જાંખી કરાવતો એક રથ ફરી રહ્યો છે .જેની પર વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિગતો જણાવી તેના આધારે એક બાર ફિર મોદી સરકારની અપીલ લોકોને કરવામાં આવી છે પરંતુ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાળાના વોર્ડમાં સરકારી યોજનાઓનું પ્રચાર-પ્રસાર થયો નથી અથવા તો આ વોર્ડમાં સરકારી યોજનાઓના લાભ અપાવવામાં નગરપાલિકા પ્રમુખ સુરભીબેન અને તેમની ટિમ નિષ્ફળ ગઈ હોય તેમ પુરવાર થઇ રહ્યું છે.તેથી જ એક બાર ફિર મોદી સરકાર રથને નિહાળવા માંડ ગણતરીના ચાર-પાંચ મતદારો જણાયા હતા .ખરેખર આ ભારતીય જનતા પાર્ટીની ભરૂચ ખાતે નિષ્ફળતા કહી શકાય. જો નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં આવી પાંખી હાજરી હોય તો અન્ય વોર્ડમાં તો માંત્ર રથ હોય કોઈ જોનાર ન હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા એવી લોકચર્ચા ચાલી રહી છે.નવાઈની બાબત તો એ છે કે ઉભેલા અને નરેન્દ્ર મોદીની ભાજપ સરકારની સિદ્ધિઓ નિહાળતા હોવાનો દેખાડો કરતા આ ચાર-પાંચ મહિલાઓ પેકી એક સુરભીબેન પોતે છે.બીજા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે તો સામાન્ય મતદારો ક્યાં છે?. જે બડગા ફુકાય છે તે મુજબ નગરપાલિકા ખુબ સુંદર કામ કરે છે,રાજ્ય સરકાર તેનાથી વધુ સુંદર કાર્ય કરે છે અને કેન્દ્ર સરકાર અતિસુંદર કાર્ય કરે છે તેમ છતાં લોકોને આકર્ષવામાં તેઓ નિષ્ફળ જાય છે તે અંગેની આ બોલતી તસ્વીર છે જે નગરપાલિકાના પ્રમુખ સુરભીબેનને બોધપાઠ પાઠવે છે એવી લોકચર્ચા ચાલી રહી છે.