Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

બળાત્કાર અને અડપલાં પ્રકરણમાં સંડોવાયેલા ટ્યુશન ક્લાસીસના સંચાલકને સજા ફટકારતી નામદાર અદાલત…અગાવ પણ શિક્ષક બળાત્કારના ગુના અંગે સજા ભોગવી ચુક્યો છે.જાણો કોણ છે શિક્ષક અને હવસખોર શિક્ષકને નામદાર અદાલતે કેવી સજા ફટકારી …

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચની જાણીતી સ્કૂલમાં ધોરણ ૬ માં અભ્યાસ કરતી ૨ વિદ્યાર્થીનીઓ અને બેહનપણીઓ એક સાથે ભરૂચ નગરના અયોધ્યા નગરમાં દુર્ગા ક્લાસીસમાં ભણવા જતી હતી .દુર્ગા ક્લાસીસ ઘરમાંજ ટ્યુશન ક્લાસ ચાલતો હતો .જેનો શિક્ષક અને આરોપી રણજિતસિંહ ફતેસિંહ રાજના ઘરે ટ્યુશન ક્લાસમાં ક્લાસનો સમય સવારે ૮:૩૦ થી ૧૧ સુધી હતો.આ દરમિયાન આરોપી રણજીતસિંહ રાજે પોતાની પત્ની મઠિયા વળવા ગયેલા ત્યારે ઘરે ટ્યુશનમાં આવતી સ્કૂલની માસુમ વિદ્યાર્થીનીઓને પોતાની હવસનો શિકાર બનાવવા ઘરના બેડરૂમમાં લઇ જઈ લાલચ આપી,ફોસલાવી પટાવી વિદ્યાના સોગંધ આપી ડરાવી જાતીય શોષણ કરી બાળકીઓ ઉપર જાતીય અત્યાચાર તેમજ પ્રાઇવેટ પાર્ટ ઉપર હાથથી ચેનચાળાં કર્યા હતા .જે અંગેનો ગુનો ભરૂચ એ-ડિવિઝન પોલીસ મથક ખાતે ઈ.પી.કો ની કલમ ૩૫૪(એ) તથા ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોર્મ સેક્સ્યુઅલી ઓફેન્સિસ એક્ટ ૨૦૧૨ ની કલમ ૪૮ અને કલમ ૧૦ મુજબનો ગુનો નોંધાયો હતો .સમાજમાં શિક્ષણ જેવી પવિત્ર જગ્યા તેમજ ગુરુ શિષ્યના પવિત્ર સબંધને શરમાવે તેવી બાળકો વિરુદ્ધના જાતીય શોષણ કરનારાને સબક શીખવાડવા માટે ભરૂચના એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટે આરોપીને ૫ વર્ષની સખત કેદનો હુકમ કરેલ છે .નવાયની બાબત એ છે કે આરોપી રણજીતસિંહ ફતેસિંહ રાજની તપાસ દરમિયાન એવી સનસનાટી ભરેલ માહિતી સપાટી પર આવી હતી કે આજ આરોપીએ રાજપીપળા ગોવર્મેન્ટ સ્કૂલમાં તે જયારે શિક્ષક હતો ત્યારે ધોરણ ૧૧ માં ભણતી આદિવાસી ગરીબ દીકરીને સંસ્કૃતનું પુસ્તક આપવાના બહાને સ્કૂલના રૂમમાં બોલાવી પાશવી બળાત્કાર ગુજારીઓ હતો .જે અંગે રાજપીપળા સેશન કોર્ટે ૧૦ વર્ષની સજા કરેલી જેની સામે આરોપી ગુજરાત હાઈકોર્ટમાં ગયો હતો પરંતુ નામદાર અદાલતે સજા કન્ફર્મ કરી હતી. જે પુરી કરી આરોપી બહાર આવ્યો ત્યારબાદ ભરૂચમાં ફરી અયોધ્યા નગરમાં દુર્ગા ક્લાસીસના નામે ઘરમાં ટ્યુશન ક્લાસ શરૂ કર્યા હતા .આમ આરોપી વિકૃત મગજનો હોય એમ જણાયું હતું.ફરિયાદી પક્ષે સરકારી વકીલ પરેશ પંડ્યાએ ધારદાર દલીલો કરી હતી કે આવા આરોપીને સમાજમાં ખુલા મુકવા ન જોઈએ.ટ્યુશનના ક્લાસના સમયે બાળકીઓ નિર્દોષ ભાવે જતી હોય છે ત્યારે આવા હવસખોર કહેવાતા ગુરુઓ પોતાની વિકૃતિ છતી કરી અડપલાં અને બળાત્કાર ગુજારતા હોય છે .

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે સારવાર અર્થે દાખલ થયેલ ગુમાનદેવ મંદિરના મહંતની કોંગી અગ્રણીઓએ મુલાકાત લીધી.

ProudOfGujarat

અંકલેશ્વરના જીન ફળિયા વિસ્તારમાંથી જુગાર ધામ ઝડપાયું, હજારોના મુદ્દામાલ સાથે પાંચની ધરપકડ કરતી શહેર એ ડિવિઝન પોલીસ

ProudOfGujarat

પંચમહાલમાં લગ્નપ્રસંગોમાં ડી.જે-બેન્ડના માહોલ વચ્ચે દેશી ઢોલ શરણાઈનું સંગીત લુપ્ત થવાના આરે !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!