Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચના દાંડિયા બજાર ખત્રીવાડ માંથી વિદેશી દારૂ સગેવગે કરતા એક ઈસમને એકટીવા સાથે ઝડપી પાડતી ભરૂચ LCB …

Share

દિનેશભાઇ અડવાણી

ચૂંટણી ટાળે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા ભરૂચ જિલ્લામાં પોલીસ તત્રં દ્વારા એક તરફ દારૂ તો બીજી તરફ જુગારની બદી સામે લાલઆંખ કરવામાં આવી રહી છે ત્યારે LCB પોલીસને મળેલ બાતમીના આધારે વિદેશી દારૂને સગેવગે કરતા એક ઈસમને એકટીવા સાથે ઝડપી લેવામાં સફળતા પ્રાપ્ત થઇ છે .LCB પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રકાશ ઉર્ફે ભેપુ તેજચંદભાઇ સોની રહેવાસી દાંડિયા બજાર શાકમાર્કેટ પાસે ભરૂચને એકટીવા મારફતે દારૂની હેરાફેરી કરતા રંગેહાથ ઝડપી પાડેલ છે.LCB પોલીસે દારૂની હેરાફેરી માટે ઝડપેલ આરોપી પાસેથી ભારતીય બનાવટના વિદેશી બીયરના ટીન નંગ -૧૬૮ કિંમત રૂપિયા ૧૬૮૦૦,મોબાઈલ નંગ-૨ કિંમત રૂપિયા ૩૫૦૦ તેમજ અંગઝડતી માંથી રોકડા રૂપિયા ૩૭૧૦ તેમજ એકટીવા કિંમત રૂપિયા ૨૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૪૪,૦૧૦ની મત્તા પોલીસે જપ્ત કરેલ છે .આ બનાવમાં LCB પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એ.એસ.ચૌહાણ અને તેમની ટીમે કામગીરી કરી હતી.બનાવની તપાસ એ-ડિવિઝન પોલીસ કરી રહી છે.

Advertisement


Share

Related posts

રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ : ‘પ્રજાના પ્રશ્નો’ એપ થઇ લોન્ચ : હવે આંગળીના ટેરવે ઉકેલાશે સમસ્યા..!

ProudOfGujarat

નડિયાદ સ્પોર્ટસ સંકુલ ખાતે અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા શરૂ

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાન નું કમકમાટી ભર્યુ મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!