દિનેશભાઇ અડવાણી
જેમ-જેમ લોકસભાની ચૂંટણીઓ નજીક આવતી જાય છે તેમ-તેમ પોલીસ તત્રં દ્વારા દારૂ અને જુગારની બદી પર લાલઆંખ કરવામાં આવી રહી છે તે સાથે જ આચારસંહિતાનો કડક અમલ પણ થઇ રહ્યો છે.આવાજ એક બનાવમાં ભરૂચ LCB પોલીસે ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના આદેશ અનુસાર કામ કરતા મળેલ બાતમીના આધારે ભરૂચ તાલુકાના દેરોલ ગામે થી ખુલ્લામાં વરલી મટકાનો જુગાર રમતા ૫ જુગારીયાઓ ઝડપી પાડ્યા હતા. દેરોલ ગામના ટેકરા ફળિયામાં ખુલ્લામાં વરલી મટકાનો જુગાર રમાતો હતો.ઝડપાયેલા જુગારિયોમાં (૧) ઇસ્માઇલ મહંમદ ઈસા બગસ રહેવાસી ઇમરાન પાર્ક ભરૂચ,(૨)જસવંત ઠાકોરલાલ મોદી રહેવાસી શાસ્ત્રી માર્કેટ પાસે પાંચબત્તી ભરૂચ ,(૩)દશરથ રમણભાઈ રાઠોડ રહેવાસી નવીનગરી દેરોલ ,(૪) જયેશ નરસિંહ રાવળ રહેવાસી ટેકરી ફળિયું દેરોલ ,(૫) મગન ધનજીભાઈ રાઠોડ રહેવાસી ટેકરા ફળિયું દેરોલ. આ પાંચ જુગારીયાઓ પાસેથી અંગઝડતીના કુલે રૂપિયા ૨૧૬૫૦ તેમજ મોબાઈલ નંગ-૫ કિંમત રૂપિયા ૭૦૦૦ અને જુગાર રમવાના સાધનો મળી કુલ ૨૮,૬૫૦ રૂપિયાની મત્તા પોલીસે જપ્ત કરેલ છે.આ બનાવ અંગે LCB ના PSI એ.એસ.ચૌહાણ અને તેમની ટીમે કામગીરી કરી હતી.