દિનેશભાઇ અડવાણી
ભરૂચ નગર પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં જનહિત માટે તેમજ લોકોના ધંધા રોજગાર માટે સગવડ અને સુવિધા પ્રાપ્ત થઇ તે માટે શોપિંગ સેન્ટરો બાંધવામાં આવ્યા છે.સામાન્ય રીતે ખાનગી શોપિંગ સેન્ટરો તકલાદી હોય છે તેવી માન્યતા સમાજમાં હોય છે ત્યારે ભરૂચ નગરપાલિકા એટલેકે એક મજબૂત સંસ્થા દ્વારા કોઈ શોપિંગ સેન્ટરનું બાંધકામ કરવામાં આવ્યું હોય તો તે સ્વાભાવિક રીતે મજબૂત હોય એવી સમાજમાં ધારણા અને માન્યતા છે પરંતુ આવી ધારણા અને માન્યતા કેટલીક વાર ખોટી પણ પડે છે .જેનો જીવતો જાગતો દાખલો કહો કે ઉદાહરણ કહો કે સરદાર શોપિંગ સેન્ટર સાબિત થયું છે.નગરપાલિકાએ સરદાર પટેલનું નામ લજવ્યું હોય તેવા આક્ષેપ પણ કેટલાક કરી રહ્યા છે .તાજેતરમાં ખખડધજ થયેલ સરદાર શોપિંગ સેન્ટર અંગે ઓફિસો,દુકાનદારો અને અન્ય લોકો દ્વારા તીવ્ર અવાજ ઉઠાવતા સમારકામ અંગે આકારણી કરવામાં આવી હતી પરંતુ તેને માંત્ર ગણતરીના સમયબાદ સમારકામ પણ કરવામાં આવ્યું હતું .પરંતુ ખુબ ટૂંક સમયમાં સરદાર શોપિંગ સેન્ટરમાં પેહલા માળે દાદર પાસે ટોઇલેટની ઉપર આવેલ સ્લેબનો ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો .આ ટોઇલેટમાં ગણતરીના સમય પહેલાજ ત્રણ ઈસમો ટૉઈલેટમાંથી બહાર નીકળ્યા હતા .પરંતુ સદ્ભાગ્યે તેમનો બચાવ થયો હતો અન્યથા ત્રણ વ્યક્તિઓના માથા ફૂટી ગયા હોતે .ધડાકાભેર સ્લેબ પડતા શોપિંગ સેન્ટર માં શું …થયુંની ચર્ચા અને હો-હા મચી ગઈ હતી.