દહેજ વિસ્તારમા આવેલ ઓપેલ કંપનીના દરવાજા પાસે જમીન ગુમાવનાર ખેડુતો તેમણા આસરીતો પોતાના હક માટે ધરણા કાર્યક્રમ યોજી રહ્યા છે ત્યારે સુવા ગામન જમીન ગુમાવનાર ખેડુતોના વારસદારોને નોકરી તથા અન્ય સમસ્યાઓ અંગે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યુ હતુ. આવેદન પત્ર મા જણાવ્યા અનુસાર સુવા તાલુકો વાગરા ખેડુતોની જમીન વર્ષ ૧૯૯૫ તથા વર્ષ ૨૦૦૭ મા જી.આઈ.ડી.સી ધ્વારા ઔધોગીક હેતુ માટે સંપાદન કરેલ જમીન સંપાદન ના સમયે ખેડુતોને જી.આઈ.ડી.સી ધ્વારા અનેક લેખીતમા વચનો આપેલા છે. જેમા સર્વે નં-દિઢ નોકરીમા લેવા માટે બાહેધરી આપવામા આવેલ છે છતા આજ દિન સુધી રોજગારી બાબતમા ખેડુતોને યોગ્ય ન્યાય મળેલ નથી. હાલમા ગામના તમામ લોકો માટે રોજગારી નો પ્રશ્ન ઉભો થયો છે. આ અગાઉ પણ નોકરી તથા અન્ય પ્રશ્ન નો નિરાકરણ માટે લેખિત તથા મૌખીક મા અનેક વાર રજુઆત કરવામા આવી હોવા છતા આજ દિન સુધી કોઈ બાબતો ને ધ્યાને લેવા મા આવેલ નથી. તેથી તા. ૧૨-૦૪-૨૦૧૮ ના રોજ સવારે ૧૦ થી સાંજે ૫ કલાક સુધી ઓપેલ ગેટ સામે ધરણાનો કાર્યક્રમ કરેલ છે. પરંતુ આ ધરણા દરમ્યાન ઓપેલ કંપનીના કોઈ પણ અધિકારીઓએ ધરણા કરતા સુવા ગામના રહિશો ની મુલાકાત લીધી નથી. જો દિન ૧૦ મા માંગણીઓનો નિકાલ નઈ આવે તો ઉગ્ર આંદોલન કરવામા આવશે. એમ આવેદન પત્રમા જણાવેલ છે. આવેદન પત્રમા મુખ્ય માંગણીઓમા સર્વે દિઢ એક લેંડ લુઝરને કાયમી નોકરી તેમજ અન્ય યુનીટમા ટ્રાંસફર કરવાની જી.આઈ.ડી.સી ધ્વારા આપવામા આવેલ ઔધોગીક તાલીમ અંગે નુ પ્રમાણ પત્ર અને કંપનીમા માન્ય કરવામા આવે તેમજ જમીન ગુમાવનારના વારસદારો એ નોકરી મેળવવા અરજી કરેલ છે. જે બાબતે યોગ્ય કરવા તેમજ વારસદારો અભ્યાસ ચાલુ હોઈ જેથી તેઓનો અભ્યાસ પુર્ણ થતા નોકરી અપાઈ તેમજ અરજી કર્યાની તારીખ થી ૯૦ દિવસમા પગાર શરૂ કરવો.
સુવા ગામના જમીન ગુમાવનારા ખેડુતોએ ભરૂચ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજુઆત કર
Advertisement