Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ પંથકમાં અચાનક વ્યાજે નાણાં આપનારાઓની દુનિયામાં ગભરાહટ ફેલાય ગયો.જાણો કેમ ??

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ પંથકમાં મોંઘવારી અને બેરોજગારીના પગલે લોકો આર્થિક ભીસ અનુભવી રહ્યા છે.ત્યારે તગડા વ્યાજના દર સાથે નાણાં ધીરનારાઓને ઘી-કેળા થઈ ગયા છે .વ્યાજની આવક મોટી મળશે તેવી આશા અને અપેક્ષામાં વ્યાજે આપનારા સાહુકારો ધિરાણ લેનાર ગરીબની નાણાંકીય સ્થિતિ અને નાણાં પરત કરવા અંગેની પરિસ્થિતિ સમજ્યા વગર લાખો રૂપિયાનું ધિરાણ વગર વિચારે કરી દે છે. તેનો કેવો કરુણ અંજામ આવે છે તેનું એક ઉદાહરણ જોતા એકમાત્ર ફેરિયા તરીકે કામ કરતા એવા મોટાડભોયા વાળ વિસ્તારમાં રહેતા ઈસ્માઈલ પાલેજવાલા ઉમર વર્ષ ૫૭ને એક ધિરાણ કરનાર વ્યક્તિએ કશુ પણ વિચાર કર્યા વિના લખો રૂપિયાનું ધિરાણ કર્યું હતું.ત્યાર બાદ નાણાં પરત આપવાની મુદત આવતા નાણાં ધીરનારે પઠાણી અને સખત ઉઘરાણી કરતા ઉઘરાણીની ભીસના પગલે ઉઘરાણીના ભયના પગલે ઈસ્માઈલ પાલેજવાલેએ ઝેર ગટગટાવી લીધું હતું.જેમને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું .આ બનાવ અંગે ભરૂચ બી-ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે.આમ વ્યાજ ખોરોના ત્રાસ થી કંટાળી આપઘાતનો પ્રયાસ કરનાર ઈસમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Advertisement


Share

Related posts

પાટણના છાત્રોએ વિદેશમાં ભારતીય સંગીતની રમઝટ બોલાવી.

ProudOfGujarat

નેત્રંગમાં કોરોના વાઇરસ બાબતે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાએ અનાજ કિટનું વિતરણ કર્યું.

ProudOfGujarat

ગોધરા – પંચામૃત ડેરી ખાતે ઓક્સિજન પ્લાન્ટ અને પીડીસી બેંકના નવીન ભવનનુ પણ લોકાપર્ણ કરતા ગૃહમંત્રી અમિતભાઈ શાહ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!