દિનેશભાઇ અડવાણી
ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ દ્વારા આજરોજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના પ્રમુખ જીવરાજ પટેલ,સેક્રેટરી હરીશ જોશી ,ઉદ્યોગપતિ કમલેશ ઉદાણી, સરોજ જીનવાલા ,જયેશ પટેલ,જૈનનુદીન સૈયદ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.પત્રકાર પરિષદમાં જણાવાયું કે સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ દ્વારા રાજકીય પાર્ટિયોં અને લોકસભાના ઉમેદવારોને પત્ર લખી વિવિધ બાબતો જણાવવામાં આવી છે અને સાથે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે જેમ કે નર્મદા નદીનું નીર દિવસે-દિવસે સુકાતું જાય છે.આ અંગે રાજકીય પાર્ટી અને લોકસભાના ઉમેદવાર નર્મદા નદીના જતન માટે અને તેના અસ્તિત્વને ટકાવી રાખવા શુ નક્કર પગલાં લેવા માંગે છે અને કેટલા સમયમાં લેવા માંગે છે તેમજ ભરૂચ અને અંક્લેશ્વરને એક કરી કોર્પોરેશન બનાવીને શ્રેષ્ઠ શહેર બનાવવાનું સ્વપ્ન ઘડી સંસ્થાઓ જોઈ રહી છે પરંતુ તે થઇ ન શક્યું અને ભરૂચ-અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઑથોરીટી(બોડા)ની સ્થાપના કરવામાં આવી તેના લાભ શુ હશે? તેની પૂરતી માહિતી લેવાની જવાબદારી જીતેલા ઉમેદવારોની હતી પરંતુ તે વખતે દર્શાવેલી બેદરકારીના કારણે બોડા એટલે કે ભરૂચ-અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટીની ટેક્નિકલ આંટીઘૂંટીમાં અનેક સામાન્ય માણસો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.જેના કારણે અનેક ભૂલો થઇ રહી છે એટલું જ નહિ પરંતુ બોડા દ્વારા થયેલ રૂપિયા ૮૦ કરોડનો ઉપયોગ જે તે વિસ્તારના વિકાસમાં થયો નથી .નર્મદા નદીમાં પાણી નથી તેમ છતાં પૂરગ્રસ્ત વિસ્તાર ઘણો મોટો જાહેર કરવામાં આવ્યો છે.તેની સામે ગ્રીન બેલ્ટ ,કોમન બેલ્ટ વગેરે મહત્વના કામો થયા નથી.ટાઉન પ્લાંનિંગ યોજનાઓનું અમલીકરણ ક્યારે થશે તેની સ્પષ્ટતા કરી શકાય નથી.જો ઉમેદવાર ચૂંટાય તો ભરૂચ અને અંકલેશ્વરને શ્રેષ્ઠ શહેર બનાવવા અને બોડાનો વહીવટ સુવ્યવસ્થિત અને પારદર્શી થાય તે માટે કેવા પગલાં ભરશો તે અંગેની સ્પષ્ટતા પત્ર દ્વારા માંગવામાં આવી છે.આરોગ્ય અંગે ભરૂચ જિલ્લામાં એઇમ્સ જેવી મેડિકલ સંકુલોની સુવિધા તેમજ અન્ય સુવિધા ક્યારે મળશે તે અંગે પણ માંગણી કરવામાં આવી છે.ભરૂચ જિલ્લાનું એતિહાસિક મહત્વ જોતા હેરિટેજ વોક શરૂ કરવામાં આવી છે. જેને સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથેની ટુરિસ્ટ સર્કિટમાં જોડાય એવા પ્રયાસો ઉમેદવાર અને રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવશે તે અંગે પણ જવાબ માંગવામાં આવેલ છે.ભરૂચ જિલ્લામાં કુશળ તાલીમાર્થી યુવાનો હોવા છતાં બેરોજગારીનો પ્રશ્ન વિકટ બનતો જાય છે.ત્યારે જે રીતની રોજગારી હોય તે રીતેનું શિક્ષણ પ્રાપ્ત થાય એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવામાં આવે એવી પદ્ધતિ ભરૂચ જિલ્લામા કયારે અમલમાં આવશે તે અંગે પણ પત્રમાં પૂછવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતના લગભગ તમામ શહેરો,નગરો અને તાલુકા મથકોના પ્રવેશદ્વાર સુંદર અને રળિયામણા હોય છે એવા સમયે ભરૂચ જિલ્લાના ભરૂચ અને અંકલેશ્વર તાલુકાના ગામોના પ્રવેશદ્વારો કયારે રળિયામણા બનશે .ફ્લાય ઓવર બ્રિજ નીચે ક્યારે યુઝ એન્ડ પે તેમજ નયનરમ્ય બાગની સિવિધા ઉપસ્થિત થશે તે અંગે પ્રશ્ન પત્ર લખી પૂછવામાં આવેલ છે.