દિનેશભાઇ અડવાણી
ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવનાર ભાજપના ઉમેદવાર મનસુખભાઇ વસાવા તેમની જંગમ મિલકત માં રૂપિયા ૧૫ લાખની ઈનોવા કાર સહિત કુલ રૂપિયા ૩૦,૯૬,૦૪૪ તેમજ સ્થાવર મિલકતમાં મકાન અને જમીન મળી કુલ રૂપિયા ૨૦,૫૦,૦૦૦ ની મિલકત મળી કુલ રૂપિયા ૫૧,૪૬,૦૪૪ ની મિલકત હોવાનું સોગંદનામામાં જણાવ્યું છે.મનસુખભાઈ વસાવા એ તેઓના સોગંદનામા છેલ્લા પાંચ વર્ષની આવક વેરા રિટર્નમાં દર્શાવેલ આવકમાં ૨૦૧૪-૧૫ માં રૂપિયા ૫,૧૭,૦૦૦ દર્શાવી છે.તો વર્ષ ૨૦૧૫-૧૬ માં સહીત ૨૦૧૮-૧૯ મા ૪,૪૪,૦૦૦ ની આવક દર્શાવી છે.
જ્યારે પત્ની સરસ્વતીબેનની આવક કરપાત્ર ન હોવાનું જણાવ્યું છે.મનસુખભાઈ વસાવાએ પોતાના હાથ પર રૂપિયા ૧,૨૦,૦૦૦ ની રોકડ અને પત્નીના હાથ પર રૂપિયા 60 હજારની રકમ હોવાનું પણ દર્શાવ્યું છે.પાર્લામેન્ટ હાઉસ નવી દિલ્હીની એસ.બી.આઇ બેન્કના એકાઉન્ટમાં રૂપિયા ૬,૮૯,૬૪૫ રૂપિયા સહિત વિવિધ અન્ય બેંકોના એકાઉન્ટ અને સુગર ફેક્ટરીના ૧૦૦૦ શેર,એલ.આઇ.સી ની રૂપિયા ચાર લાખની પોલીસી,રૂપિયા ૧૫ લાખની ઈનોવા કાર, બે તોલા સોનુ મળી કુલ રૂપિયા ૩૦,૯૬,૦૪૪ ની જંગમ મિલકત તેઓના નામે અને પત્નીના નામે રૂપિયા ૧૬,૮૯,,૬૧૩ ની જંગમ મિલકત હોવાનું તેઓએ સોગંદનામામાં જણાવ્યું છે.આ ઉપરાંત મનસુખભાઈ વસાવા પોતાના નામે નવા વાઘપુરામાં રૂપિયા ૨,૫૦,૦૦૦ ની જમીન તેમજ હાલની ૧૦ લાખની બજાર કિંમતનું મકાન રાજપીપળાના રાજેન્દ્રનગરમાં,રૂપિયા આઠ લાખનું મકાન વાઘપુરામાં મળી કુલ ૨૦,૫૦,૦૦૦ ની સ્થાવર મિલકત તેઓના નામે અને પત્નીના નામે વાઘપુરામાં સંયુક્ત નામે રૂપિયા અઢી લાખની જમીન હોવાનું જણાવ્યું છે.મનસુખભાઇ વસાવાએ ૨૦૧૪ માં તેઓની ઉમેદવારી સમયે સોગંદનામામાં સ્થાવર તેમજ જંગમ મિલકત મળી કુલ રૂપિયા ૪૭,૩૭,૮૭૭ ની સંપત્તિ હોવાનું દર્શાવ્યું હતું.