દિનેશભાઇ અડવાણી
ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવનાર ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ તેઓના સોગંદનામામાં તેઓની મિલકતમાં બે વર્ષમાં રૂપિયા ૨૨ લાખનો ઘટાડો થયા હોવાનું જણાવ્યું છે. ભરૂચ લોકસભા બેઠક માટે કોંગ્રેસ સાથે ગઠબંધન ન થતા ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ તેઓની ઉમેદવારી નોંધાવતા રજુ કરેલ સોગંદનામામાં કુલ મિલકત 2.01 કરોડ દર્શાવી છે જે ગત વિધાનસભામાં રજૂ કરેલ સોગંદનામા મુજબ બે વર્ષમાં મિલકતમાં રૂપિયા ૨૨ લાખનો ઘટાડો દર્શાવે છે. તેમજ અભ્યાસમાં એસ.એસ.સી પાસ દર્શાવેલ છે.તેઓએ રૂપિયા 45.95 લાખ બેંક લોન દર્શાવી છે.તેમની સામે છ ફોજદારી કેસો પડતર હોવાનું પણ જણાવ્યું છે.વાહનોમા રૂપિયા 29.25 લાખના છ વાહનો તેમજ રૂપિયા 3.20 લાખનું દસ તોલા સોનું અને આશ્રીતો પાસે રૂપિયા 1.60 લાખનું પાંચ તોલા સોનું હોવાનું તથા માલજીપુરામા અને ગાંધીનગરમાં એક મકાન અને ૫૭.૨૧ એકર કૃષિ જમીન પણ છોટુભાઈ વસાવા પોતાના નામે ધરાવે છે.હાથ પર રોકડ રૂપિયા ૫ લાખ અને આશ્રિતના હાથ પર રોકડ રૂપિયા બે લાખ તેમજ બેંક ખાતામાં રૂપિયા ૪૧૩૨૦ ની થાપણો હોવાનું સોગંદનામામાં દર્શાવાયું છે.