ભરૂચ નગર પાલિકા ના વોર્ડ નંબર ૮ વિસ્તાર માં આવેલ મારૂતિ નગર અને ન્યુ આનંદ નગર સોસાયટી ના રહીશો એ આજ રોજ મોટી સંખ્યા માં ભેગા થઇ જીલ્લા કલેકટર તેમજ પાલિકા પ્રમુખ ને આવેદન પત્ર પાઠવ્યું હતું ……
આવેદન પત્ર માં જણાવ્યા મુજબ ભરૂચ શહેર ના વોર્ડ નંબર ૮ માં આવેલ મારુતિ નગર તેમજ ન્યુ આનંદ નગર વિસ્તાર માં છેલ્લા કેટલાય સમય થી પાણી અને રસ્તા બાબત ની સમસ્યા લોકો માટે ખુબજ માથા ના દુખાવા સમાન બની છે…
અવાર નવાર તંત્ર માં રજૂઆતો કરવા છતાં આ વિસ્તાર ના રહીશો ની વેદના કોઈ સાંભળતું નથી અને કંતારેલા લોકો આખરે જીલ્લા સમાહર્તા અને પાલિકા પ્રમુખ ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી કે વહેલી તકે તેઓ ની સમસ્યાઓનો નિરાકરણ નહીં આવે તો આગામી દિવસો માં હાઉસ ટેક્સ નો બહિષ્કાર કરી તંત્ર માં કોઈ પણ પ્રકાર નો ટેક્સ ભરવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારી હતી….