દિનેશભાઇ અડવાણી
ભરૂચ જિલ્લાના ઘણાં યુવાનો રોજીરોટી અર્થે સાઉથ આફ્રિકા અને અન્ય દેશોમાં વસવાટ કરી રહ્યા છે. ત્યારે તેમની પર કેટલીક વાર હુમલો થયા હોવાના બનાવો બન્યા છે.આવો બાનવોમાં કેટલાક યુવાનોના મોત પણ નિપજ્યા છે.તાજેતરમાં સાઉથ આફ્રિકા કેપટાઉન ખાતે આવેલ સાઈડસી નામક વિસ્તારમાં દુકાન ધરાવતા મનુબર ગામના મહંમદ હસુનુંદ્દીન તેમજ વલણ ગામના સુફીયાન નામક બે યુવાનો હતા ત્યારે નિગ્રો લૂંટારુઓ દુકાન પર ત્રાટક્યા હતા અને તેમણે લૂંટના ઈરાદા થી સુફીયાનની આંખ પર બંદૂક ધરી દીધી હતી અને જે કઈ હોય તે આપી દેવાની ચેતવણી ઉચ્ચારી હતી પરંતુ બંને યુવાનો લૂંટારૂઓને વસ ના થતા નિગ્રો લૂંટારૃઓએ મહંમદ હસુનુંદ્દીનને પગમાં ગોળી મારી દીધી હતી. જેના પગલે મહંમદને ગંભીર ઈજાઓ થઇ હતી.તેને હાલ સારવાર અપાય રહી છે. અત્રે નોંધવું રહ્યું કે ભરૂચ જિલ્લાના સાઉથ આફ્રિકામાં રહેતા યુવાનો પર વારંવાર હુમલા થાય છે અને કેટલીક વાર આવા બનાવોમાં યુવાનોના મોત પણ નિપજતા હોય છે .તેથી ભારત દેશની સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ તેવા હેતુસર ભૂતકાળમાં સામાજિક કાર્યકર અબ્દુલ કામઠી દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદન પત્રક પણ પાઠવવામાં આવ્યું હતું.
1 comment
ખૂબ સુંદર સમાચારોનું સંકલન