દિનેશભાઇ અડવાણી
ભરૂચ સંસદીય મત વિસ્તારમાં લોકસભાની ચૂંટણી પારદર્શક રીતે યોજાય તે માટે સમગ્ર તત્રં સુસજ્જ છે.જેના એક ભાગ રૂપે ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ સેન્ટર ઉભું કરવામાં આવેલ છે.કોઈ પણ ઉમેદવાર અંગે અથવા તો કોઈ પણ રાજકીય પક્ષ અંગે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જો માધ્યમો દ્વારા લાભ કે ગેરલાભ કરાતા જણાય તો તે આચારસંહિતા નો ભંગ ગણાશે.માધ્યમોમાં આવતા અહેવાલોનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.ત્યારે ચૂંટણી તત્રં દ્વારા શુ કરવું? શું ન કરવું? અને આચારસંહિતા અંગેની તમામ બાબતો અને વિગતો લોકોને માધ્યમો દ્વારા અગાવ સૂચિત કરવામાં આવેલ છે અને તેનો બહોળો પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે.
Advertisement