Proud of Gujarat
FeaturedGujarat

યુવાન અને ખંતીલા એવા કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણે ઉમેદવારી નોંધાવી.ઘણાં દિવસથી કોંગ્રેસના ઉમેદવાર કોણ તે અંગે ચાલતી ચર્ચા,અટકળોનો છેવટે અંત આવ્યો…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ સંસદીય લોકસભા મત વિસ્તાર માટે કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર શેરખાન પઠાણે આજરોજ પોતાની ઉમેદવારી મેન્ડેટ સાથે રજુ કરી હતી.આ અગાવ ભરૂચ બેઠક પર ઉમેદવાર કોણ તે અંગે ઘણી અટકળો થઇ હતી.એક તબ્બકો એવો આવ્યો હતો કે ધારાસભ્ય પી.ડી.વસાવા કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર જાહેર થઇ ગયા છે તેવું પણ રાજકીય વાતાવરણ સર્જાયું હતું તો બીજી તરફ છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ અને બી.ટી.પી વચ્ચે ગઠબંધન થશે તેવી અટકળો વહેતી હતી.ત્યારે ગતરોજ ૩-૪-૧૯ ના રોજ આદિવાસી મસીહા છોટુભાઈ વસાવાએ બી.ટી.પી ના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું.ગતરાત્રીના સમયે એક તબ્બકે જોલવાના સુલેમાન પટેલનું નામ પણ ચર્ચાયું હતું પરંતુ મોડી રાત્રે આખરે ભરૂચ જિલ્લાના યુવા કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણનું નામ વહેતુ થયું હતું અને તે વહેલી સવારે કન્ફર્મ થયું હતું.અગાવ આયોજિત કાર્યક્રમ મુજબ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના મધ્યસ્થ કાર્યાલય ખાતે થી કોંગ્રેસના ઉમેદવાર સાથે કોંગ્રેસના આગેવાનો ,હોદ્દેદારો,અને શુભેકચ્છકો રેલી સ્વરૂપે નામાંકન ભરવા કલેક્ટર કચેરી ખાતે પોહચી ગયા હતા.ઉમેદવાર શેરખાન પઠાણ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા ,નાઝુ ફળવાલા ,સુલેમાન પટેલ ,શહેર પ્રમુખ વિકી શોખી ,શકીલ અકુજી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

ભરૂચમાં ભુ માફિયા બેફામ: આદિવાસી સમાજના લોકોની જમીનો પચાવી પાડવાનું કારસ્તાન: કોંગ્રેસી કાર્યકરો નું કલેકટરને વિસ્તૃત આવેદન*

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી ફાયર બ્રિગેડના જવાનોએ ઉંડા ખાડામાં પડેલી ગાયને બહાર કાઢી જીવ બચાવ્યો…

ProudOfGujarat

રાજપીપળાની માય સેનન અને માંગરોલની વાઇબ્રન્ટ વેબ્ઝ સ્કૂલ નિયમ વિરુદ્ધ ઊંચી ફી વસુલતી હોવાની વાલી મંડળની ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!