Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

પોલીસ તત્રં ચૂંટણીના બંદોબસ્તમાં તો બીજી બાજુ તસ્કરો મેદાનમાં જાણો કેમ?

Share

દિનેશભાઇ અડવાણી

સમગ્ર ભરૂચ પંથકમાં ચૂંટણી બંદોબસ્તના પગલે પોલીસ તત્રંનો સ્ટાફ રોકાયેલો છે.આવનાર ૪ તારીખ સુધી પોલીસ તત્રં ચૂંટણીના કામમાં વધુ વ્યસ્ત હોય તેમ જણાય રહ્યું છે ત્યારે બીજી બાજુ તસ્કરો ભરૂચ પંથકમાં ચોરીના બનાવો કરી રહ્યા છે.આજે સવારના સમયે સાંપડેલ વિગતો મુજબ ભરૂચ સ્ટેશન રોડ પર આવેલ ૪ કરતા વધુ દુકાનો પર તસ્કરો ત્રાટક્યા હતા.તસ્કરોએ દુકાનોના તાળા તોડી શટરો ઉંચા કરી વિવિધ દુકાનોમાં બેગ અને અન્ય ચિઝ-વસ્તુઓની ચોરી કરી હતી.મળતી માહિતી મુજબ તસ્કરોએ રૂપિયા ૫૦ હજાર જેટલી મત્તાની ચોરી પણ કરી હતી.જોકે ભરૂચ સિટી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ બનાવ અંગે માત્ર અરજી આવેલ છે ફરિયાદ નોંધાય નથી.તેથી હકીકત ફરિયાદ નોંધાય ત્યાર બાદ જાણવા મળશે એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

Advertisement

તસ્કરોના આતંકનો ભોગ બનેલ દુકાન માલિકોમાં ચારભુજા બેગ હાઉસના ઉમેદસિંહ રાજપુરોહિત,શ્રી મારુતિ એગ્રો એજન્સીના જીતેન્દ્ર સિંહ પ્રતાપસિંહ વાઘેલા,પિંકલ ટ્રેડસ ફરસાણની દુકાનના ભાઈલાલ ભાઈ દલવાડી,જનતા ડ્રેસીસના રમેશભાઈ શાહનો સમાવેશ થાય છે.


Share

Related posts

ભરૂચ: દેશને આઝાદી અપાવામાં સિહ ફાળો આપનાર 91 વર્ષીય ભરૂચના સ્વતંત્ર સેનાની કૃષ્ણકાંત મજબુદારનું સન્માન કરાયું

ProudOfGujarat

ઉમરપાડામાં વ્યાપક વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થતા વળતર ચૂકવવા માંગ.

ProudOfGujarat

વડોદરાના ફતેગંજમાંથી પેનડ્રાઈવ અને એરપોડસ સાથે પરપ્રાંતિય શખ્સને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!