દિનેશભાઇ અડવાણી
ભરૂચ સંસદીય બેઠક નંબર ૨૨ હાલ સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલ છે જેના અનેક કારણો છે.ગઠબંધન થાય તો અને ગઠબંધન ન થાય તો તે અંગેની ચર્ચા સમગ્ર પંથકમાં ચાલી રહી છે.ત્યારે આજે આદિવાસી મસીહા છોટુભાઈ વસાવા વાજતે-ગાજતે ઉમેદવારી પત્રક ભરવા કલેક્ટર કચેરીએ પોહચી ગયા હતા. .કલેક્ટર કચેરી ભરૂચ ખાતે પણ ચુસ્ત પોલીસ બંબોબસ્ત ગોઠવી દેવાયો હતો.છોટુભાઈ વસાવાએ આ પ્રસંગે શક્તિ પ્રદર્શન કરી રાજકીય પડકાર ઉભો કર્યો હતો.૩૦૦ જેટલા વાહનો,૨૦૦ મોટરસાયકલ સાથે સંખ્યાબંધ યુવાનો તેમના શક્તિ પ્રદર્શનમાં જોડાયા હતા .ઠેર-ઠેર છોટુભાઈ જિંદાબાદ તેમજ આદિવાસીઓના હિતના પ્રચંડ નારા પોકારાય હતા.હાલ તુરંત બી.ટી.પી ના ઉમેદવાર અને આદિવાસી મસીહા છોટુભાઈ વસાવાએ ઉમેદવારી પત્રક ભરતા હાલ પૂરતું કોંગ્રેસ અને બી.ટી.પી વચ્ચે ગઠબંધન થયું નથી એમ કહી શકાય.જોકે હજી તારીખ ૪ થી કેવી રાજકીય ગતિવિધિઓ થાય છે તે જોવું રહ્યું.તે સાથે ઉમેદવારી પત્રક પાછું ખેંચવાની તારીખ સુધી ભરૂચ સંસદીય બેઠકમાં રાજકીય સમીકરણ બદલાય તેમ હાલ પૂરતું જણાય રહ્યું છે.આ લખાય છે ત્યારે તારીખ ૩-૩–૧૯ ના બપોરના સમય સુધી ભરૂચ બેઠક માટે કોંગ્રેસે કોઈ સત્તાવાર ઉમેદવારની જાહેરાત કરી નથી.વારંવાર કોંગ્રેસના ઉમેદવાર અંગે વિવિધ નામોની ચર્ચા થતી રહી છે.