· નાવી નિફ્ટી 50 ઈન્ડેક્સ ફંડ એ નિફ્ટી 50 ઈન્ડેક્સને અનુસરતી / ટ્રેકિંગ કરતી એક ઓપન-એન્ડ ઇક્વિટી સ્કીમ છે
· પેસિવ ફંડ કેટેગરી/ ઇક્વિટી માર્કેટમાં 0.06 ટકાએ આજ સુધીનો સૌથી ઓછો ખર્ચ ગુણોત્તર
· 10 દિવસ માટે ખુલેલા એનએફઓમાં રૂ. 100 કરોડથી વધુનું ભંડોળ આવ્યું
· છેલ્લા થોડા વર્ષોમાં નિફ્ટી 50 ઈન્ડેક્સ ફંડ એનએફઓમાં સૌથી વધુ એયુએમ
· ભંડોળ હવે સબ્સ્ક્રિપ્શન્સ માટે ખુલ્લું છે – લઘુત્તમ એપ્લિકેશન રકમ રૂ. 500 અને ત્યારબાદ રૂ. 1 ના ગુણાંકમાં અરજી કરી શકાશે
સચિન બંસલના ટેકનોલોજી સંચાલિત બીએફએસઆઈ ગ્રુપ નાવીનો હિસ્સો, નાવી મ્યુચ્યુઅલ ફંડ, જેનો એનએફઓ 3 જુલાઈ 2021 થી 12 જુલાઈ 2021 દરમિયાન ખૂલ્યો હતો તેમાં 17000 થી વધુ રોકાણકારો પાસેથી રૂ. 100 કરોડથી વધુનું ભંડોળ આવ્યું છે. ફંડ હવે તમામ ઓનલાઇન રોકાણ ચેનલ્સ અથવા નાણાકીય સલાહકારો દ્વારા રોકાણ માટે ખુલ્લું છે. ઓનલાઇન ચેનલમાં ગ્રો, કોઈન બાય ઝેરોધા, પેટીએમ મની, આઈએનડી મની સહિતના પ્લેટફોર્મનો સમાવેશ છે.
ફંડ દ્વારા તેના ડાયરેક્ટ પ્લાન ઓફરિંગ માટે ઓફર કરાયેલ 0.06 ટકાનો એક્સપેન્સ રેશિયો, જે અત્યાર સુધીના ઇન્ડેક્સ સ્કીમ કેટેગરીમાં સૌથી નીચો છે, તેણે રોકાણકારોમાં નોંધપાત્ર આકર્ષણ જમાવ્યું છે કારણ કે તેમાં લાંબાગાળે નોંધપાત્ર બચત થવાનું તેમણે સ્વીકાર્યું છે. એમ્ફીના જૂનના અહેવાલ મુજબ, એનએફઓમાં પેસિવ ફંડ ફોલિઓની સંખ્યા 13.5 લાખ હતી અને આ ફોલિયોમાં નાવીએ 17,000 અથવા લગભગ 1.3 ટકા હિસ્સો પ્રાપ્ત કર્યો છે. રસપ્રદ વાત એ છે કે, એનએફઓનો સામાન્ય રીતે 15 દિવસનો સમય હોય છે જ્યારે નાવી નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડ એનએફઓએ રૂ. 10 દિવસના ટૂંકાગાળામાં રૂ. 100 કરોડનું ભંડોળ મેળવ્યું છે.
નાવી એએમસી લિમિટેડના એમડી અને સીઈઓ સૌરભ જૈને એનએફઓમાં રૂ. 100 કરોડથી વધુની એયુએમ મેળવવા વિશે જણાવ્યું હતું કે, “આ ફંડને મળેલી સફળતા તેના એનએફઓની એયુએમથીને પગલે જ નહીં, પણ રોકાણકારોમાં ઇન્ડેક્સ ફંડમાં રોકાણ અને ખર્ચના રેશિયો સંબંધે આવેલી જાગૃતિને કારણે પણ છે. આ બાબત 10 દિવસ દરમિયાન અમારી વેબસાઇટની મુલાકાત લેનારા 1.4 લાખ વપરાશકર્તાઓ ઉપરથી પૂરવાર થાય છે. અમારા રોકાણકારો સાથે સંપત્તિ સર્જન માટે લાંબા ગાળાની ભાગીદારીની આ શરૂઆત છે અને આ ઇન્ડેક્સ ફંડ એનએફઓ માટે મળેલા પ્રતિસાદથી અમે પ્રોત્સાહિત છીએ.”
સૂચિત્રા આયરે