નવી મ્યુચ્યુઅલ ફંડે એક પેસિવ ઈએલએસએસ ટેક્સ-સેવર ફંડ* નવી ઈએલએસએસ ટેક્સ સેવર નિફ્ટી 50 ઈન્ડેક્સ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. એનએફઓ 14મી ફેબ્રુઆરી, 2023ના રોજ ખુલશે અને 28મી ફેબ્રુઆરી, 2023ના રોજ બંધ થશે. ડાયરેક્ટ પ્લાન હેઠળ 0.12% ના ખર્ચ રેશિયો સાથે તે ભારતમાં સૌથી ઓછો ખર્ચ કર બચત ઈએલએસએસ ફંડ હશે. કલમ 80C હેઠળ વિવિધ કર બચત સાધનોમાં ફંડમાં માત્ર ત્રણ વર્ષનો સૌથી ઓછો લોક-ઇન સમયગાળો છે. લોક-ઇન સમયગાળાની સમાપ્તિ પછી ઉપાડ પર કોઈ એક્ઝિટ-લોડ રહેશે નહીં. રોકાણકારો ઓછામાં ઓછા રૂ. 500થી રોકાણ શરૂ કરી શકે છે.
તાજેતરમાં, સેબીએ માર્ગદર્શિકા ઈશ્યુ કરી હતી જેને કારણે ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ હાઉસ વર્તમાન સક્રિય કર-બચાવ ઈએલએસએસ સ્કીમ સાથે સક્રિય સ્કીમમાં નાણા પ્રવાહને પ્રતિબંધિત કર્યા પછી પેસિવય ઈએલએસએસ સ્કીમ શરૂ કરવા સક્ષમ બન્યા છે. નવી ઈએલએસએસ ટેક્સ સેવર નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડની શરૂઆત સાથે આ માર્ગદર્શિકાનો લાભ લેનાર નવી ભારતમાં પ્રથમ મ્યુચ્યુઅલ ફંડ બનશે.
“નવી ઈએલએસએસ ટેક્સ સેવર નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડ સાથે નવી મ્યુચ્યુઅલ ફંડ એક એવી પ્રોડક્ટ લૉન્ચ કરી રહ્યું છે જે ગ્રાહકોની રોકાણની મુખ્ય સમસ્યાને ઉકેલવા પર કેન્દ્રિત છે. કર-બચત રોકાણોના ક્ષેત્રમાં સરળતાથી પેસિવ રોકાણને સસ્તું બનાવવું એ પણ અમારી ગ્રાહક કેન્દ્રિતતાનું બીજું ઉદાહરણ છે”, એમ નવી ગ્રુપના સહ-સ્થાપક સચિન બંસલે જણાવ્યું હતું.
રોકાણકારો 14 થી 28 ફેબ્રુઆરી, 2023 દરમિયાન કોઈપણ સમયે નવી એપ પર અથવા કોઈપણ મ્યુચ્યુઅલ ફંડ રોકાણ પ્લેટફોર્મ દ્વારા એનએફઓમાં રોકાણ કરવાનું શરૂ કરી શકે છે.
સૂચિત્રા આયરે