Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

બાવળા તાલુકામાં આંતર રાષ્ટ્રીય મહિલા દિને જન્મેલ દિકરીઓનું નન્હી પરી તરીકે સ્વાગત કરવામાં આવ્યુ

Share

(વંદના વાસુકિયા)

નન્હી પરીને કીટ ઉપરાંત ભાજપ મહિલા મોરચા દ્વારા ફ્રુટનું વિતરણ કરાયુ

Advertisement

આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવણી નિમિત્તે નન્હી પરી અવતરણ અંતર્ગત જન્મેલ બાળકીઓને સામુહિક આરોગ્ય કેન્દ્ર બાવળા તથા સા.આ.કેન્દ્ર બગોદરા ખાતે કીટ વિતરણ કરવામાં આવ્યુ હતુ. નન્હી પરીને પાંચ ગ્રામનો ચાંદીનો સિક્કો જેની પર સરસ્વતી અને લક્ષ્મીનો માર્ક છે, આકર્ષક પેકિંગમાં શુધ્ધ મિઠાઈ, ઝભલુ, ટોપી, હાથ-પગના મોજા, રૂમાલ, સાબુ, સેનેટરી નેપકીન સહિતની કીટ આપવામાં આવી હતી. આ ઉપરાંત ભાજપ મહિલા મોરચા દ્વારા ફ્રુટ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા ભાજપ મહિલા મોરચાના સંયોજક ડો.દિપીકા સરડવા, બાવળા નગરપાલીકા પ્રમુખ મીનાબેન પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. અલ્પેશ ગાંગાણી, પ્રકાશભાઇ પટેલ, રમીલાબેન રાઠોડ, મહિલા મોરચ પ્રભારી સરલાબેન મકવાણા,વર્ષાબેન ઠાકોર સહિત મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ભાજપના પદાધીકારીઓ, હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિ રહ્યા હતા.

અમદાવાદ જિલ્લા ભાજપ મહિલા મોરચાના સંયોજક ડો.દિપીકા સરડવાએ જણાવ્યુ હતુ કે, આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા નન્હી પરી અવતરણ યોજનાના ભાગરૂપે સામુહિક આરોગ્ય કેન્દ્ર બગોદરા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સા.આ.કેન્દ્રમાં જન્મેલી દીકરીઓનું નન્હી પરી તરીકે કીટ આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. સ્ત્રી ભૃણ હત્યા અટકાવવા અને મહીલ સશક્તિકરણ  માટે ગુજરાત સરકાર અવિરત પ્રસંશનિય કામગીરી કરી રહી છે.


Share

Related posts

ભરૂચ પંથકમાં સોશિયલ ડિસ્ટન્સનાં નિયમોનું પાલન ના કરી ટયુશન કલાસો ચલાવતા શિક્ષકો.

ProudOfGujarat

પાલેજ ગ્રામ્ય વિસ્તારમાં સસ્તાં અનાજની દુકાનોમાં રેશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

માંગરોળ : વાંકલમાં અધિક શ્રાવણ માસ અગિયારસ નિમિત્તે વિષ્ણુ ભગવાનને 1008 મંત્ર જાપ કરી તુલસી પત્ર અર્પણ કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!