રાજ્યના મુખ્યમંત્રી દ્વારા વડોદરા કોર્ટ નું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતુ. અને આજથી આ કોર્ટની શરુઆત કરવામાં આવવાની હતી, જ્યાં ટેબલ ખુરશી લઇને પહોંચેલા વકીલોને બેસવાની અપૂરતી સુવિધા હોવાથી આ મુદ્દે ડીસ્ટ્રીક જજની ચેમ્બરમાં રજૂઆત કરવા ગયા હતા. જ્યાં આ રજૂઆત એટલી ઉગ્ર બની કે ડીસ્ટ્રીક્ટ જજની ચેમ્બરમાંજ તોડફોડ કરી પાણીની પાઇપ ચાલુ કરી ખુલ્લી મુકી દેવામા આવી હતી. જોત જોતામાં નવી બનેલી કોર્ટ પરિસરનુ વાતાવરણ ગરમ બનતા મોટી સંખ્યમાં પોલીસ ને જાણ કરવી પડી હતીજ્યાં પોલીસ અને વકીલો વચ્ચે ભારે ઘર્ષણ સર્જાતા પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
શહેરની જૂના પાદરા રોડ પર આવેલા વેક્સિન ગ્રાઉન્ડમાં રૂ. 131 કરોડના ખર્ચે નિર્માણ થયેલી નવી કોર્ટના શરુ થવાના પ્રથમ દિવસેજ સવારથી વકીલો અને પોલીસ વચ્ચે ઘર્ષણ શરુ હતુ. જેમાં મોટી સંખ્યમાં કોર્ટમાં આવેલા વકીલોને બેસવાની પૂરતી સુવિધા ન હોવાના કારણે હલ્લા બોલ કરવામા આવ્યો હતો. અને ત્યારબાદ આ અંગે ડીસ્ટ્રીડ જજ એચ.સી. દોશીની ચેમ્બરમાં જઇ આ અંગે રજૂઆત કરવા માટે મોટી સંખ્યમાં વકીલો પહોંચ્યા હતા. જ્યાં જોત જોતમાં આ રજૂઆત એટલી ઉગ્ર બની હતી, કે શહેરના ચાર પોલીસ સ્ટેશનના પીઆઇ, પીએસઆઇ, ડીસીપી, એસીપી, જે.સી.પી તેમજ પોલીસ કમિશનર સહીતના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પોલીસ કાફલા સાથે આવી પહોંચ્યા હતા.
જોકે ડીસ્ટ્રીક જજની ચેમ્બરમાં વકીલોને બેસવાની અપૂરતી સુવિધાનો મામલો ગરમાતા, ચેમ્બરના કાંચ, એસી, ટેબલ, ફાયર એક્સટેનગ્યુશરના બોટલો તોડી ભારે નુકશાન કરવામા આવ્યું હતુ. જેથી ચેમ્બર અને સરાકરી મિલ્કતની તોડફોડ કરી રહેલા વકીલોને પોલીસે રોકવાનો પ્રયાસ કરતા તેમની વચ્ચે પણ ભારે ઘર્ષણ સર્જાયું હતુ. જેથી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જેમાં કેટલાક વકીલો પણ ધવાયા હતા. જ્યાં વકીલોના ટોળાએ વડોદરાના જોઇન્ટ પોલીસ કમિશનર કેસરીસિંહ ભાટીને પણ ન બક્ષ્યા હતા, તેમને પણ ટોળાએ ધક્કે ચઢાવ્યાં હોવાની ચર્ચા છે
વકીલોને ન્યાય મંદિર કોર્ટની જેમ ટેબલ નાખી બેસવાની પુરતી સુવિધા નવી નિર્માણ થયેલી કોર્ટમાં ન હોવાના કારણે સમગ્ર મામલો ગરમાયો હતો. જેના કારણે વકીલો દ્વારા રસ્તા પર બેસી જઇ ચક્કજામ પણ કર્યો હતો. બનાવને પગલે કોર્ટ પરિસરમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામા આવ્યો છે.
વકીલો ઉપર પોલીસે કર્યો લાઠીચાર્જ …જાણો ક્યાં
Advertisement