Proud of Gujarat
FeaturedGujaratINDIASport

યાસ્તિકા ભાટીયાની વન – ડે અને T – ૨૦ મહિલા ટીમમાં પસંદગી.

Share

બરોડા ક્રિકેટ ઍસો.ની બે મહિલા ક્રિકેટર્સનો ટીમ ઇન્ડિયામાં સમાવેશ..

રાધા યાદવનો T – ૨૦ ફોર્મેટમાં સમાવેશ કરાયો…

Advertisement

વડોદરા: BCCI દ્વારા વડોદરાની ઓલરાઉન્ડર યાસ્તિકા ભાટીયા અને રાધા યાદવની ભારતીય મહિલા ક્રિકેટર ટીમમાં પસંદગી કરવામાં આવી છે . શ્રીલંકા સામેની શ્રેણીમાં યાસ્તિકા વન – ડે અને ટી ૨૦ ફોર્મેટ અને રાધા ટી ૨૦ ફોર્મટમાં રમશે . BCCI દ્વારા શ્રીલંકા સામેની ટી ૨૦ અને ODI ટુર્નામેન્ટ માટે ગઈકાલે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી હતી .

વડોદરાની ઓલ રાઉન્ડર યાસ્તિકા ભાટીયા અને રાધા યાદવનો ભારતીય મહિલા ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે . યાસ્તિકા ભાટીયાની ટીમ ઈન્ડિયાના ટી ૨૦ અને ODI ફ્લેર્મેટમાં વિકેટ કીપર તરીકે રમશે બીજી તરફ , રાધા યાદવની ટી ૨૦ સ્ક્વોડ માટે પસંદગી થઈ છે .

ઉલ્લેખનીય છે કે , બરોડા ક્રિકેટ એસોસિએશનની બંને મહિલા ક્રિકેટર શ્રીલંકા સામે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમશે. ઉલ્લેખનીય છે કે , યાસ્તિકા વિશ્વ મહિલા વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્ત્વ કર્યું હતું . રાધાએ પણ અગાઉ ભારતીય ટીમમાંથી રમી ચુકી છે. નોંધનીય છે કે , વડોદરાના સંખ્યાબંધ ક્રિકેટરો નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર શહેરનું પ્રતિનિધત્વ કરી ચુક્યા છે.


Share

Related posts

ભરૂચ : બીટીપી અધ્યક્ષ મહેશ વસાવા ઝઘડિયા બેઠક પરથી ચુંટણી લડશે.

ProudOfGujarat

વડોદરાની યુવતીએ અદાણી નાઈટ અલ્ટ્રા મેરેથોનમાં ગર્લ્સ કેટેગરીમાં મેળવ્યો વિજય.

ProudOfGujarat

કેવડીયામાં ટેન્ટસીટી નં-૨ માં મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લિ. દ્વારા સરકારી ખરાબાની જમીનમાં પણ દબાણ કરી વાણિજ્ય હેતુસરનો ઉપયોગ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!