દિનેશભાઇ અડવાણી
આજરોજ સ્કૂલ ઓટો રિક્ષા તથા સ્કૂલવાન ચાલકોએ બે દિવસીય હડતાલ પાડી હતી.જેને લીધે વડોદરા શહેરના પોલીસ કમિશ્નરની સુચના અને માર્ગદર્શન મુજબ નાયબ પોલીસ કમિશ્નર,ટ્રાફિક તથા મદદનીશ પોલીસ કમિશ્નર, ટ્રાંફિક શાખા દ્રારા હડતાલને અનુલક્ષિને વડોદરા શહેરમાં જુદી જુદી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને પોતાની સ્કૂલમાં જવા માટે હડતાલ પાડનાર ચાલકો તરફથી કોઇ હેરાનગતિ ન થાય અને સહી સલામત તેઓ પોતાની શાળાઓમાં જઈ શકે તે માટે શહેર વિસ્તારમાં ટ્રાફિક પોલીસ તથા સ્થાનિક પોલીસની કુલ ૫૨ ટીમો બનાવી ૪૬ મોટર સાયકલ તથા ૨૧ PCR વાન તથા ૯ સરકારી બોલેરો વાન દ્રારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલ સ્કૂલોના વિદ્યાર્થીઓને સલામત પહોંચાડવા માટે જુદી જુદી ટીમો જુદા સ્થળોએ વાહનો સાથે રાખવામાં આવેલ હતી. જેમાં જુદી-જુદી સ્કૂલના 250 થી વધુ વિધાર્થીઓને તેઓની સ્કૂલ ખાતે સુરક્ષિત અને સલામત રીતે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.જેનો વાલીઓ તથા વિધાર્થીઓએ આ વ્યવસ્થાનો ભરપુર લાભ ઉઠાવી સંતોષ વ્યક્ત કર્યો હતો.