ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા મહામંત્રી શ્રી સતિષભાઈ પટેલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ દીપક આર દરજી ,ડી.પી.ઇ.ઓ.વડોદરા અર્ચના મેડમ બચુભાઈવસાવા (ભરૂચ) ગોકુળભાઈ પટેલ (વલસાડ) જૈમિન ભાઈ પટેલ (બરોડા) કિરીટભાઈ પટેલ પ્રમુખ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ,અરવિંદભાઈ ચૌધરી સુરત જિલ્લા સંઘ મહામંત્રી વગેરે હાજર રહી નિવૃત્તિ ની શુભેચ્છા પાઠવી
સુરત જિલ્લાના બારડોલી તાલુકાની બાલદા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકશ્રી,શિક્ષકજ્યોતસંપાદકમંડળનાસદસ્ય,અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના માજી મહામંત્રી શ્રી વિશ્વજીત ભાઇ ચૌધરી વય નિવૃત થતા તેઓનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ બાલદા પ્રાથમિક શાળામાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષતામાં રાખવામાં આવેલ હતો સમગ્ર કાર્યક્રમ કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ રાખી ,માસ્ક પહેરી સેનેટાઈઝર ઉપયોગ કરવામાં આવેલ હતો આ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવેલ હતું અને રાજ્ય સંઘનાપ્રમુખ, મહામંત્રી અન્ય મહેમાનો દ્વારા તેમજ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો દ્વારા વિશ્વજીત ભાઇ ચૌધરી નું શાલ ઓઢાડી સન્માન પત્ર આપી વિશેષ સન્માન કરવામાં આવેલ હતું ગામના સરપંચ દ્વારા ગ્રામજનો દ્વારા અન્ય તાલુકા સંઘ દ્વારા, શાળા સ્ટાફ દ્વારા,પરિવારજનો દ્વારા પણ વિશ્વજીત ભાઇનુવિશેષ સન્માન કરવામાં આવેલ હતુ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ એ પોતાના પ્રવચનમાં જણાવેલ કે વિશ્વજીત ભાઇ ખૂબ જ પવિત્ર અને પ્રમાણિક વ્યક્તિત્વ ધરાવે છે અમારી સફળતાનું ચાલક બળ વિશ્વજીત ભાઈ છે અમને એમની ખોટ પડશે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડો દિપક દરજીએ જણાવેલકે સુરત જિલ્લા સંઘ ની પ્રવૃત્તિ સર્જનની છે ,વિસર્જનની નથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ નાપ્રમુખદિગવિજયસિંહ જાડેજા જણાવેલ કે સંગઠનમાં યુનિટી તરીકે કામ કરીએ ત્યારેજ સફળતા મળે છે તેમજ વિશ્વજીતભાઇ એમનું નિવૃત્તિ જીવન સુખમય, અને તંદુરસ્તી ભર્યું રહે એવી શુભેચ્છા પાઠવી હતી અન્ય મહાનુભાવોએ પણ પ્રસંગને અનુરૂપ વિશ્વજીત ભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી રાજ્ય શેક્ષણિક સંશોધન કેન્દ્ર માટે વિશ્વજીત ભાઈ તરફથી 11111અને સુરત જિલ્લા સંઘ ના પ્રમુખ કિરીટભાઈ પટેલ તરફ થી 25001રૂપિયા આપવામાં આવેલ હતા આભારવિધિ પ્રફુલભાઇ પટેલ કરેલ હતી જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન યાસીનભાઈ મુલતાની કરેલ હતું કાર્યક્રમને સફળ બનાવવા માટેનું સુંદર આયોજન અનિલભાઈ ચૌધરી,બળવંતભાઈ પટેલ તેમજ અન્ય હોદ્દેદારો દ્વારા કરવામાં આવેલ હતું અંતે રાષ્ટ્રગીત ગાઈને છુટા પડયા હતા..
બારડોલીની બાલદા પ્રાથમિક શાળામાં વિશ્વજીત ભાઈ ચૌધરીનો નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ યોજાયો..
Advertisement