ગુજરાતની ધન્ય ધરાનું બારડોલી ગામ આમ તો એના સુવર્ણ ઇતિહાસથી વિશ્વભરમાં પોતાનું નામ સ્થાપિત કરતું આવ્યું છે અને આવા એક ઐતિહાસિક ગામનો ઈતિહાસ જો આટલો સુવર્ણ હોય લોહપુરુષ સરદારની ચરજ જે ગામને પ્રાપ્ત છે અને જે ગામને સરદારે પોતાની કર્મભૂમિ બનાવી હોય તે ગામની નારીઓનું સાહસ કેવું હશે !!
બારડોલીની જાણીતી સંસ્થા ધૂમકેતુ અને કેન એકેડમીની નારી શક્તિએ અનોખું સાહસ બતાવ્યું છે ધૂમકેતુ અને કેન એકેડેમીની ૧૦ જેટલી બહેનો સરદારથી સરદારની અસરદાર સફર સ્કેટિંગ દ્વારા કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીથી બારડોલી સરદાર મ્યુઝિયમ સુધીની ૧૩૫ કિલો મીટરની સફર નોન સ્ટોપ સ્કેટિંગ દ્વારા ૨૪ કલાકમાં પૂર્ણ કરી એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે આ સાહસ માટે સાહસ ખેડનાર આ રેકોર્ડને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મળી શકે છે.
ધૂમકેતુ એકેડમીનાં સંચાલ સાગર ઠાકરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કરેલ નારી સશક્તિકરણની ઝુંબેશને સાચા અર્થમાં સાર્થક કરવા માટે આ ૧૦ બહેનો કટિબદ્ધ છે આ રેકોર્ડ ૨૫ જાન્યુઆરીના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી શરૂ થઈ ૨૬ જાન્યુઆરીએ ૭૨ માં પ્રજાસત્તાક દિવસે સરદાર મ્યુઝિયમ બારડોલી ખાતે પૂર્ણ કરી એક અનોખો રેકોર્ડ મહિલાઓ દ્વારા કરાયો છે આ સાહસને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.
◆ રેકોર્ડ બનાવનાર બહેનો…
1. કાવ્યા કનથારીયા
2. જિયા ચૌધરી
3. મહેક ચૌધરી
4. રિદ્ધિ પટેલ
5. ચિત્રાંગી પટેલ
6. વૃંદા ચૌધરી
7. ક્રિષ્ના પટેલ
8. પ્રાર્થના સોલંકી
9. સોનિયા દેલવાની
10. ટવીનકલ ઠાકર
રાજપીપળા : આરીફ જી કુરેશી