Proud of Gujarat
INDIAFeaturedGujarat

બારડોલી તાલુકા શિક્ષક સંઘની ચૂંટણીમાં બળવંત પટેલની પેનલ વિજયી.

Share

બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષકસંઘની ચૂંટણી બાબેન પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવી હતી. જેમાં ચૂંટણી કન્વીનર તરીકે શ્રી વિશ્વજીતભાઈ ચૌધરી, કેન્દ્ર શિક્ષક બાલ્દા, તેમજ શ્રી શૈલેષભાઈ પટેલ, કેન્દ્ર શિક્ષક કુમાર શાળા, બારડોલીના ચૂંટણી કન્વીનર તરીકે યોજવામાં આવી. જેમાં બારડોલી તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ ખોબે ખોબે મતો આપ્યા. ગત ટર્મમાં કરેલાં કામોથી શિક્ષકો ખુશ હતાં. કુલ 522 શિક્ષકોમાંથી 505 શિક્ષકોએ મતદાન કર્યું. જેમાં 71 % મત મેળવી શ્રી બળવંતભાઈ પટેલની ટીમ જંગી બહુમતીથી વિજય થયેલ હતી.

1. પ્રમુખ- શ્રી બળવંતભાઈ પટેલ – 350 મત હિતેશ ચૌધરી 152 મત 3 મત રદ
2. મહામંત્રી-શ્રી રજીતભાઈ ચૌધરી – 363 મતધનેશ પટેલ 140 મત 2 મત રદ
3. સિનિયર કાર્યવાહક પ્રમુખ- શ્રી આશિષભાઈ મૈસુરીયા-338 મત દિલીપ પટેલ 164
મત 3 મત રદ
4. કાર્યવાહક પ્રમુખ-શ્રી શૈલેષભાઈ પટેલ- 339 મત જીતેન્દ્ર ચૌધરી 164 મત 2 મત
રદ
5. નાણાંમંત્રી- શ્રી મોહનભાઈ ચૌધરી- 354 મત દલપત ભાઇ ધોડિયા 148 મત 3 મત
રદ
6. ઉપ પ્રમુખ- શ્રી બિપીનચંદ્ર ભારતી- બિન હરીફ
7. ઉપ પ્રમુખ – શ્રી કુમેદભાઈ ચૌધરી – બિન હરીફ
8. ઉપ પ્રમુખ – શ્રી ભિખુભાઈ રાઠોડ- બિન હરીફ

Advertisement

આમ બળવંત ભાઇ પટેલની સંપૂર્ણ પેનલ વિજયી થઇ હતી. આ કાર્યક્રમમાં જિલ્લા સંઘના પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ અને મહામંત્રી શ્રી અરવિંદભાઈ ચૌધરી અને કન્વીનર અનિલભાઈ ચૌધરી, રાજ્ય કક્ષાના શિક્ષક જ્યોતના સંપાદક શ્રી વિશ્વજીતભાઈ ચૌધરી હાજર રહ્યા હતા. આ ચૂંટણી કામગીરીમાં માંડવી તાલુકાના ટીચર્સ સોસાયટીના મંત્રી શ્રી અશોકભાઈ ચૌધરી અને તેમની ટીમે સુંદર કામગીરી બજાવી. જે બદલ સુરત જિલ્લા સંઘે આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ તમામ કામગીરીની વ્યવસ્થા માટે બાબેન પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ભાવેશભાઈ લાડનો આભાર વ્યક્ત કર્યો છે. અંતઃ પ્રમુખ તરીકે વિજેતા બળવંતભાઈ પટેલે તમામ શિક્ષકોની કામગીરી કરશે એવી ખાતરી આપી હતી.


Share

Related posts

Bollywood Queen Urvashi Rautela to be the first Asian Indian actress to feature on Iraq’s Magazine cover, check it out

ProudOfGujarat

આણંદ : ટેલરપુરા પાટિયા પાસે ઉભેલા ટ્રેક્ટરની પાછળ રિક્ષા ઘુસી જતા મહિલાનું મોત

ProudOfGujarat

દશેરા નિમિતે 108 એમ્બ્યુલન્સ નું પૂજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!