વાંકલ-બારડોલી લોકસભા બેઠકના ચૂંટાયેલા લોક પ્રતિનિધિ સાંસદ પ્રભુભાઇ વસાવાએ રાજ્યના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર લખી લોક ડાઉનની સ્થિતિમાં કર્મયોગીઓ સાથે ખભે-ખભે મિલાવી ફરજ નિભાવતા મીડિયા કર્મીઓ માટે સહાનુભુતિપૂર્વક કોઇ યોજના અમલી કરવામાં આવે તેવી પ્રબળ રજુઆત કરી છે.હાલમાં વિશ્વવ્યાપી કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, ત્યારે આવી પરિસ્થિતીમાં ફરજ બજાવતા ડૉકટર, પોલીસ, મહાનગરપાલિકાના કર્મચારીઓને મુશ્કેલીના સમયમાં આર્થિક સહયોગ આપવાનો રાજ્ય સરકારે ખુબ જ અગત્યનો નિર્ણય કર્યો છે જે ખુબ આવકારદાયક છે. ત્યારે રાત-દિવસ પ્રજાજનો સુધી યોગ્ય જાણકારી પહોંચાડનાર વિવિધ મિડીયા માધ્યમના મિડીયાકર્મીઓ જોખમ ઉઠાવી પોતાનો ધર્મ-ફરજ નિભાવી રહયા છે. આવા સંજોગોમા તેઓ કોઇ અનિચ્છનિય બનાવનો ભોગ બને તો સ્વભાવિક રીતે તેમનો પરિવાર મુશ્કેલીમાં મુકાઇ શકે ત્યારે મીડિયા કર્મીઓ માટે પણ સહાનુભુતિપૂર્વક કોઇ યોજના અમલીકરણમા મુકી પ્રોત્સાહિત કરવામાં આવે તેવી પ્રબળ રજુઆત મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ કરી છે અને તેમણે આશાવાદ વ્યક્ત કર્યો કે ગુજરાતના સંવેદનશીલ સરકાર આ બાબતે મીડિયા કર્મીઓ માટે ચોક્કસ યોજના બનાવી અન્ય રાજ્યને પ્રેરણા પુરી પાડશે.
સંસદ સભ્ય પ્રભુભાઇ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી આરોગ્ય જોખમમાં મુકી ફરજ નિભાવતા મિડિયા કર્મી માટે સહાનુભુતિપૂર્વક કોઇ યોજના અમલી કરવા માંગ કરી.
Advertisement