Proud of Gujarat
GujaratFeaturedINDIA

બારડોલી ખાતે દુધના ટેંકરની લુંટ થઈ હોવાનો બનાવ બન્યો હતો.

Share

એસ.ઓ.જી પોલીસ સુરતે લુંટ કરનાર ૭ આરોપીને ઝડપયા

સમગ્ર ગુજરાતમા અચરજ પમાડે તેવી દુધના ટેંકરની લુંટ નો બનાવ બન્યો હતો. દુધનુ ટેંકર બારડોલી પંથકમા લુંટાયુ હતુ. મળતી માહીતી પ્રમાણે દુધના ટેંકરની લુંટ જવલે જ ભાગ્યેજ બનતી હોય છે. લુંટારૂઓ દુધનુ ટેંકર લુંટીને ટેંકરમાના દુધના જથ્થાને અને ટેંકરને ક્યા વગે કરવાના હતા. તે તપાસનો વિષય બની ગયો છે. એટલુ જ નહી પરંતુ આ ટેંકર મા દુધ ક્યા થી ભરાતુ હતુ. અને ક્યા લઈ જવાતુ હતુ. તે પણ તપાસનો વિષય છે ત્યારે લુંટારૂઓને માત્ર ટેંકર લુંટવામા રસ હતો કે દુધમા રસ હતો તે અંગે પણ તપાસ કરવી રહી. અત્રે એ પણ નોંધવુ રહ્યુ કે જ્યારે પણ આવી દુધની ટેંકરો સડક પર પસાર થાય છે ત્યારે ટેંકર માનુ દુધ હલતા ખુબ મોટા જથ્થામા માખણ ટેંકરની અંદરના ભાગે લાગી જતુ હોય છે. એણે પાણી થી ધોવાથી મોટી માત્રમા ક્રીમ મળતા ખુબ મોટા જથ્થામા તેમાથી શુધ્ધ ઘી બનાવી શકાય છે. તેણી પણ બજાર કિંમત ખુબ ઉચી છે. હાલ તો સુરત એસ.ઓ.જી પોલીસે લુંટકરનાર ૭ આરોપીને ઝડપી પાડયા છે. પલસાણા નજીકથી આ દુધના ટેંકરની લુંટ કરનાર લુંટારૂઓને ઝડપી એસ.ઓ.જીએ રૂ.૪,૪૦,૦૦૦ કબજે કરાયા હતા. આ લુંટમા ત્રણ વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરાયા છે. અત્રે નોંધવુ રહ્યુ કે ત્રણ દિવસ અગાઉ બારાડોલીના સરભણ ચાર રસ્તા વિસ્તારમાથી દુધ ભરેલ ટેન્કર લુંટવામા આવ્યુ હતુ. આ અંગે લુંટારૂઓએ ટેંન્કર ના ડ્રાઈવર અને કંડકટરને બંધક બનાવ્યા હતા. ત્યાર બાદ આ લુંટ ચલવી હતી. ત્યારે લુંટારૂઓએ ક્યારે અને ક્યા લુંટંની યોજના બનાવી હતી. તેની  વિગત પણ તપાસ દરમ્યાન બહાર આવશે. હાલ તો એવી શંકા સેવાઈ રહી છે કે આ બનાવની તપાસમા અચરજ પમાડે એવી સનસનાટી ભરેલ વિગતો બહાર આવે તેવી સંભાવના નકારી શકાતી નથી.

Advertisement

Share

Related posts

સુરત-પુણા વિસ્તારમાં એમ્બ્રોડરીના કારખાના પર કારીગરોએ કર્યો પથ્થરમારો -પોલીસે શરૂ કરી કાર્યવાહી..

ProudOfGujarat

એમ.ઇ.એસ નૂરાની હાઇસ્કુલ રાજપારડી મા  બિબન  ચેરીટેબલ ટ્રસ્ટ આમોદ દ્વારા શાળા ના વિદ્યાર્થી ઓ ને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

IITGN એ ગ્રીન મેન્ટર્સ-યુએસએ દ્વારા ઇન્ટરનેશનલ ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ 2023 જીત્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!