Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

બારડોલી રેલવે સ્ટેશન પર વહેલી સવારે એક ધાભળામાં લપેટેલું 6 માસ નું નવજાત બાળક બિનવારસી મળી આવ્યું

Share

આજ રોજ વહેલી સવારે બારડોલી રેલ્વે સ્ટેશન પર એક ધાબળામાં માસૂમ ૬ મહિનાનું નવ જાત બાળક મળી આવતા અરેરાટી મચી જવા પામી હતી.

બનાવની મળતી માહિતી મુજબ આજ રોજ વહેલી સવારે બારડોલી સ્ટેશન પર ધાબળામાં એક બાળક મળી આવતા રેલવે પોલીસે 108 ને જાણ કરી હતી. ત્યારે સરદાર હોસ્પિટલનાં સ્ટાફે દોડી જઈ બાળકને હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું. હોસ્પિટલ ખાતે લાવી તેની સારવાર કરવામાં આવી હતી ત્યારે તેની તબિયત સારી હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

Advertisement

જો કે બાળકને કોણ મૂકી ગયું એને કેમ એ તો તપાસનો વિષય બને છે… પરંતુ આટલા નાના બાળકને કોઈ આવી રીતે રસ્તામાં છોડી દેવું એવી ઘટનાથી હૃદય કંપી ઉઠે છે.

તો બીજી તરફ ઘણા લોકો પોતાના કાર્યથી સારૂ એવું ઉદાહરણ આપી જતા હોય છે. બાળક ને બારડોલી ની સરદાર હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યું છે અને હોસ્પિટલની જ એક મહિલા બાળકને ધાવણ આપી તેની દેખરેખ રાખી રહી છે.

 

 


Share

Related posts

પાનોલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી ₹1383 કરોડ MD ડ્રગ્સ ભરૂચ SOG એ પકડવાનો મામલો.

ProudOfGujarat

સમગ્ર ભરૂચ જિલ્લા માટે તેમજ સમગ્ર રાજ્ય અને દેશના લોકો માટે, વાહન ચાલકો માટે, શાળાના વિદ્યાર્થીઓ માટે ખુશખબર.જાણો વધુ…

ProudOfGujarat

ભરૂચના વાલીયામાં એકલવ્ય મોડલ રેસીડેન્સીયલ સ્કૂલમાં સીકલસેલ એનિમીયા સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો.

ProudOfGujarat
error: Content is protected !!