Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

જુગારધામ પર રેડ કરી ૭ જેટલા શકુનિઓને ઝડપી પાડતી વાઘોડિયા પોલીસ…

Share

દિનેશભાઇ અડવાણી

મળતી માહિતી અનુસાર વાઘોડિયા વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ ગ્રામ્ય પોલીસને મળેલ બાતમીના આધારે વાઘોડિયા તાલુકાના જરોદ ગામ વિસ્તારમાં આવેલા આરીફ ટ્રાન્સપોર્ટની પાછળ આવેલ સમશાન પાસે ખુલ્લી જગ્યામાં રમી રહેલા પાના-પત્તા ના જુગાર ના ખેલ પર રેડ કરતા કેટલાક જુગારીઓને પકડી પાડયા હતા.જેમાં પોલીસે આ રેડમાં પકડાયેલ જુગારિયાઓ પાસેથી અંગજડતીના રૂપિયા ૫૬૮૫, જુગારના દાવ ઉપરના રૂપિયા ૧૨૩૫૦,મોબાઈલ નંગ-૫ કિંમત રૂપિયા ૧૬૦૦૦ મળી કુલ ૩૪૦૩૫ નો મુદ્દામાલ જપ્ત કરી ૭ જેટલા આરોપીઓની ધરપકડ કરી જેલ ભેગા કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

પકડાયેલ આરોપીઓ

(૧).દિલીપ ઠાકોર પરમાર રહે.જરોદ
(૨).જયંતિ પ્રભાત ભાલીયા રહે.જરોદ
(૩).મયુર ઇન્દ્રવદન પટેલ રહે.ગણેશપુરા
(૪).ઉદેશીસિંહ ભરતસિંહ વાઘેલા રહે.જરોદ નવી નગરી
(૫).વિનય ગોવિંદ વરિયા રહે.ઇલોરાપાર્ક વડોદરા
(૬).જસવંત લલ્લુ ભાલીયા રહે.જરોદ
(૭).મિલન ભુપત ભાલીયા રહે.ખેડા કરમસિયા


Share

Related posts

ભરૂચ : મહિલાઓ પર થતાં અત્યાચારો રોકવા ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાની મહિલાઓએ પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

નેત્રંગમાં કોરોના વાયરસના બે દર્દીની ખોટી અફવાનાં મેસેજથી રહીશોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

ProudOfGujarat

ચાલો આજે જાણીએ ગાંધીના જીવનના કેટલાક જીવન પ્રસંગો વિશે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!